રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવી સર્વોદય હાઈસ્કૂલના રમતવીરે અરવલ્લી જીલ્લાને ગૌરવ અપાવ્યું

અમિતકુમાર ઉપાધ્યાય અરવલ્લી

શ્રી સી.જી.બુટાલા સેકન્ડરી અને શ્રી બી.વી.બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કૂલ માં ધોરણ – 10 માં અભ્યાસ કરતો શીવ મહેન્દ્રભાઈ બરંડા એ તા.26/12/2022 થી 30/12/2022 દરમિયાન અમદાવાદ મુકામે આયોજીત 16મી સબ -જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપ માં ગુજરાત ની ટીમ તરફથી રમતા રાષ્ટ્ર્ર કક્ષાએ તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાનુ , નગરનુ અને જીલ્લા નુ ગૌરવ વધારેલ છે.મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બિપીનભાઈ આર.શાહે આ જુનિયર કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીને બિરદાવતા આગામી સમયમાં પણ સર્વશ્રેષ્ઠ દેખાવ કરી પ્રગતિ કરતો રહે તેવી શુભેક્ષાઓ સહ અભિનંદન આપ્યા હતા. કેળવણી મંડળના પ્રભારી માનદમંત્રી શ્રી કિરીટભાઈ કે.શાહ, પ્રભારી માનદમંત્રી શ્રી પિયુષભાઇ જે.પટેલ અને શાળાના પ્રિન્સીપાલ ર્ડો આર.સી.મહેતા એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર શીવ બરંડા ને અને વિદ્યાર્થીમાં રહેલા કૌશલ્ય અને ક્ષમતા ને પારખી નિરંતર પ્રેકટીસ અને મહેનત દ્વારા એક પરિપકવ ખેલાડી તરીકે તેની પ્રતિભા માર્ગદર્શક શ્રીવિનોદચંદ્ર.પી.પટેલ, ટેનિસ કોચ ટ્રેઈનર શ્રી રવિન્દ્ર પુવાર અને ડૉ.અમિત ઉપાધ્યાય ને શાળાને ગૌરવવંત બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM