આશરો ચેરિટેબલ ટ્રસ્ટ પાંડરવાડા દ્વારા જાહેર જનતા માટે આયોજિત મફત નેત્ર નિદાન

જાનકી હોસ્પિટલ મોડાસા તથા સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

આંખ નો કેમ્પમાં શિણાવાડા ગામમાં પ્રાથમિક શાળા માં એન એસ એસ શિબિરમાં યોજવામાં આવ્યો.જેમાં એન એસ એસ ના ૧૦૦ જેટલા વિદ્યાર્થી દ્વારા ૨ યુનિટ માં આ કેમ્પ નું સરસ આયોજન કર્યું હતું.
અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા માં આશરો ચેરિટેબલ ટ્રસ્ટ ના મંત્રી જે ૨૮ જેટલા એવોર્ડ્સ વિજેતા હાર્દિક પંચાલ અને કૃણાલ ગાંધી દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ આશરો ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગર
સાર્વજનિક હોસ્પિટલ મોડાસા તથા જાનકી હોસ્પિટલ આયોજિત શ્રી એસ કે શાહ ઓમ એમ આર્ટસ કૉલેજ મોડાસા ના એન એન એસ શિબિર માં આજા રોજ રવિવાર ના રોજ યોજવા માં આવ્યો .જેમાં ડો જાનકી બેન ને શાલ ઓઢાડી ને સન્માન કરવા માં આવ્યું હતું .હાર્દિક પંચાલ ને શિબિર ને અનુલક્ષી ને પ્રવચન આપ્યું હતું.સવારે 10 થી 12 વાગ્યા સુધી કેમ્પ નું સરસ આયોજન જેમાં 216 જેટલા દર્દીઓ એ આંખ નું ચેક આપ કરાવી 190 જેટલા દર્દી ને 40 રૂપિયા માં આંખ ના ચશ્મા આપવા માં આવ્યા હતા અને 20 જેટલા દર્દી ને મોતિયા ના ઓપરેશન માટે તારીખ આપવા માં આવી હતી.એન એન એસ પ્રોગ્રામ ઓફિસર એમ બી દેશમુખ અને દિગ્ગજ શાહ દ્વારા હાથ ધરાયું હતુ. શ્રી આશરો ચેરીટેબલ ટ્રસ્ટ હાર્દિક પંચાલ દ્વારા મહિના ૨૧ જેટલા આંખ ના કેમ્પ કરી ને લોકો ને આંખ ની સમસ્યા થી પીડાતા દૂર થાય એવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 108 ના હુલામણા નામ થી જાણતા હાર્દિક પંચાલ હંમેશા કટોકટી ની દરેક પળ માં લોકો ની મદદ માટે અડીખમ હોય છે ત્યારે તેમના દ્વારા આંખ ના કેમ્પ .દાંત નું નિદાન,હાડકા ના દુખાવા માટે ઓર્થો ના સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન દરેક મહિના માં જુદા જુદા વિસ્તાર માં કરવા માં આવે છે. આશરો ચેરિટેબલ ટ્રસ્ટ નું કાર્ય કોઈપણ રસ્તે રજળતા ભિક્ષુક ને જુવે, કોઈ પાગલ જેવા લાગતા વ્યક્તિ ને જુવે, કે કોઈ નિરાધાર અસહાય બહેન ને જુવે, હાર્દિક નો માંહ્યલો કાંપી ઉઠે. એ પોલીસ ની મદદ મેળવે, અભયમટીમ ની મદદ મેળવી ને પણ રસ્તે રજળતાં લોકો ને પરિવાર સુધી પોહચાડે.આ કાર્ય ની સિદ્ધિ સાચે એના પરિવાર સુધી પહોંચાડી એનું મન જપે છે.આ કાર્યક્ર્મ માં આશરો ચેરિટેબલ ટ્રસ્ટ ની ઉત્તમ કામગીરી રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *