રિપોર્ટ, મયુર પટેલ


મહુવા તાલુકાના અનાવલ ગામે આવેલ મોક્ષમાર્ગી મંદિર પાસે બે રસ્તા આવેલ છે ત્યાં આર એન ડી દ્વારા બનાવવામાં આવેલ ડિવાઈડર ઉપર માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના સૂચન બોર્ડ કે કોઈ અન્ય રેડિયમ લગાવેલા સ્તંભ મુકવામાં આવેલ ન હોવાના કારણે આ એક જ જગ્યા પર વારંવાર અકસ્માત સર્જાતા આવેલ છે ત્યારે અનાવલ આઉટ પોસ્ટ ના જમાદાર દ્વારા ગતરોજ સાંજે 5:30 કલાકે એક લોક દરબાર બોલાવવામાં આવ્યો હતો તેમાં પતંગ અને દોરા વિકેતા વેપારીઓને અને ગામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા કે કોઈપણ વેપારી ચાઈનીઝ દોરા અને ટુકલ અને અન્ય કોઈ વ્યાજખોરો વ્યાજે આપતા રૂપિયા ઊંચા વ્યાજ દરે આપતા હોય એવું જાણવા મળે તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું અને સાથે સાથે ગામ જનોએ આર.એન.ડી વિભાગને બેદરકારી ની ફરિયાદ પણ કરવામાં આવી હતી તેજ રાત્રિના બે વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાતા માર્ગ અને મકાન વિભાગના આર.એન.ડી વિભાગની પોલ ખોલી ગઈ હતી હવે એ જોવું રહ્યું કે આર .એન .ડી વિભાગ કોઈ અકસ્માતમાં મોત નીપજે એની રાહ જોઈને બેઠો હોય એવું લાગી રહ્યું છે જેથી તમામ જનતામાં રોશની લાગણી ફેલાય છે ..
