મહુવાનાઅનાવલ આઉટ પોસ્ટ ના જમાદાર હેમંતભાઈ ગામીત ની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો

રિપોર્ટ ,મયુર પટેલ

હુવા તાલુકાના અનાવલ ગામે આવેલું અનાવલ આઉટ પોલીસ સ્ટેશનના જમાદાર શ્રી હેમંતભાઈ ગામીત દ્વારા મકરસંક્રાંતિ માં ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ ટુકલ પર પ્રતિબંધ હોવાના કારણે પતંગ અને દોરા વેચતા વેપારીઓ અને ગામજનોને અનાવલ પોલીસ સ્ટેશન પર બોલાવી લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં ગામના આગેવાનો ને હેમંતભાઈએ જણાવ્યું હતું કે અનાવલ તથા આજુબાજુ ગામમાં જો કોઈ ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ ટુંક્લ વેચતા ધ્યાન પર આવે તો પોલીસને જાણ કરવી જેથી કરી કોઈપણ પક્ષી કે કોઈપણ માણસને જાનહાની ન પહોંચે તે આપણા સૌની જવાબદારી બને છે અને સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે આપણા ગામમાં લાયસન્સ વગરના કોઈપણ વ્યક્તિવ્યાજે રૂપિયા આપતા હોય અને વધારે વ્યાજ લેતા હોય તેવું તમારા ધ્યાન પર હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું જેથી કરી કોઈપણ આદિવાસી વિસ્તારમાં ધંધાદારીઓ કે કોઈપણ ગરીબ વ્યક્તિ વ્યાજના રૂપિયા લઇ બમણું વ્યાજ ચૂકવી ન શકવાના કારણે ઘણા લોકો આપઘાત કરી આત્મ હત્યા કરતા હોય છે જેથી આવા વ્યાજખોરોને કડકમાં કડક સજા થાય તે માટે જાણકારી આપવા જણાવ્યું હતું અને ગામજનોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સર્કલ પર તથા અન્ય ત્રણ રસ્તા પર થતા એક્સિડન્ટોના કારણે કોઈપણ સૂચનાના બોર્ડ ન લગાવવાનું અનાવલના જમાદાર સમક્ષ રજૂઆત કરી હતી લોક દરબારમાં આવેલા લોકોની ફરિયાદ સાંભળી અમે આરએનડી અધિકારીને લેખિતમાં જાણ કરી તમારા પ્રશ્નો હલ કરીશું એવું જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *