





શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નાના બાળકો ને સુવર્ણપ્રાસન ના ટીપા , ઉમર પ્રમાણે આપવામાં આવે છે. સુવર્ણ પ્રાશન નો લાભ આશરે 163થી 216 બાળકો એ લીધો છે. અહિ ઉપસ્થિત માતા પિતા દ્વારા જાણવા મળ્યું કે તેઓ રેગ્યુલર બાળકો ને શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ના સૂવર્ણ પ્રાસન કાર્યક્રમ નો લાભ ફ્રી મા મેળવે છે. અહિ સામાજિક કાર્યકર શ્રી બળવંતભાઈ પાટિલ,નારણભાઈ પુરોહિત, રવિભાઈ મોરે, કૃણાલ પ્રધાન, ઉપસ્થિત રહી સેવા આપી હતી. સૂવર્ણ પ્રાસન ના ઘણા ફાયદા છે, જેવાકે બાળકો મા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, યાદશક્તિ વધે છે, બાળકો ફીઝીકલ ફીટ રહે છે, આર્યુદિક દવા તરિકે ઉપયોગ કરવામાં આવે છે. આ એક રાષ્ટ્ર ના સર્વાંગી વિકાસ નુ કાર્ય છે. આ બાળકો દેશ નુ ભવષ્ય છે. શ્રી લીમડા ગણેશ મંડળ આવા ઘણા સેવા ના કાર્યો વરસો થી કરે છે.
કમલમ ન્યૂઝ રાકેશ વાળા.