સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જિલ્લા દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ ઉજવવામાં આવ્યો…

રિપોર્ટ, મયુર પટેલ

ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ દિવસ એટલે કે જન્મદિવસ પવિત્ર ત્યોહાર માં સમાજહિત રાષ્ટ્રહિતમાં કંઈકને કંઈક સેવાનો ભાવ જાગ્રત કરવુ એ જ આપણી ભારતીય પરંપરા છે આપણા ભારતીય પરંપરા અનુસાર ગુજરાત રાજ્યના ઉર્જાવાન ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના જન્મદિવસના અવસરે એમના ઉજવણીમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જિલ્લા દ્વારા જરૂરિયાતમંદ ગરીબો માટે ધાબળા વિતરણ અને દાદા ભગવાન મંદિર કામરેજ માં તેમના જીવનના તમામ ક્ષેત્રે સફળતા મેળવે તે માટે પ્રાર્થના રાખવામાં આવેલ.

પૂજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના આનંદભાઈ ઉપાધ્યાય અને ડોક્ટર અજયભાઈ ઉપાધ્યાય કે જેવો સુરત જિલ્લામાં ભામાશા તરીકેનો સેવાનો સુવાસ છેલ્લા ઘણા સમય થી સતત સમાજ સેવા કાર્યમાં સક્રિય છે ત્યારે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જિલ્લાના ના આ કાર્યક્રમમાં જરૂરિયાત મંદો માટે ધાબળા સ્પોન્સર થયા હતા.
ઉર્જાવાન એવા મંત્રી શ્રીહર્ષભાઈ સંઘવીના જન્મદિવસના યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સેવાભાવી ઉદ્યોગપતિ શ્રી આનંદભાઈ ઉપાધ્યાય ડો,અજયભાઈ ઉપાધ્યાય અતિથિ તરીકે સુપ્રસિદ્ધ રામકબીર માધ્યમિક સ્કૂલના આચાર્યશ્રી શૈલેષભાઈ દેસાઈ જિલ્લા સંયોજક શ્રી રાજનભાઈ વરિયા ના અધ્યક્ષતામાં જિલ્લાના તમામ સંયોજકોની તથા કામરેજના સામાજિક કાર્યકર્તા ઓ ની વિશેષ ઉપસ્થિતિમાં કામરેજ તાલુકા પંચાયતના હોલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વક્તા તરીકે વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જિલ્લા ના જિલ્લા સંયોજક રાજનભાઈ વરીયા વિશેષ માર્ગદર્શન સહિત મહેમાનો પણ પ્રસંગિક ઉદબોધન કર્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન સામાજિક અગ્રણી શ્રી ભરતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *