


કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
તાપી જિલ્લાના બાજીપુરાના તાલુકામા આવેલ આર. આર. ભકતા ઇંગલિશ મીડીયમ સ્કૂલ ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી. આર. આર. ભકતા ઇંગલિશ મીડીયમ સ્કૂલ,બાજીપુરા ખાતે તા. 12.1.2023 ના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહયા હતા. નાના ભૂલકાઓથી લઈ તમામ વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંતે તમામ વિદ્યાર્થીઓએ દ્વારા સમગ્ર મેદાનમાંથી પતંગના દોરા,ફાટેલા પતંગો વગેરે ભેગા કરી મેદાનની સાફ સફાઈ કરવામાં આવી હતી. તે બદલ ટ્રસ્ટીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આચાર્ય શ્રી બિરેનભાઈ ટેલરે ઉત્તરાયણ વિશે માહિતી આપી ઉત્તરાયણના દિવસે રાખવાની તકેદારીઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તેમજ સૌને મકરસંક્રાંતિ ની શુભેચ્છાઓ પાઠવી હતી.
