શ્રી ર.ફ.દાબુ. કેળવણી મંડળ સંચાલિત વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી.

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે સહ સમીર શાહ

તાપી જિલ્લાના વ્યારા નગરમાં ર.ફ.દાબુ. કેળવણી મંડળ સંચાલિત વાર્ષિક મહોત્સવ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી. જેમાં કે. બી પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ,ખુ.મ. ગાંધી.પ્રાથમિક શાળા, કે.કે કદમ કન્યા વિદ્યાલય, શ્રી.એમ.પી.પટેલ માધ્યમિક અને શ્રીમતી અનિલા સુરેશ શાહ પ્રાથમિક શાળા શબરીધામ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લઈ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી અને ખુદની ભીતરે રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવી હતી.શાળાના તમામ શિક્ષક ભાઈઓ, બહેનો તથા પટાવાળા ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા.આ વાર્ષિક મહોત્સવમાં શ્રી ર.ફ.દાબુ. કેળવણી મંડળના ટ્રસ્ટીગણ તથા કારોબારી સભ્યો અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને આગળ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમ જોવા પધાર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *