

રિપોર્ટ ,મયુર પટેલ
રાજસ્થાન ના પાલી જિલ્લામાં ભારત Scout guide સંઘ દિલ્હી દ્વારા Scout guide Jamburi નેશનલ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં દેશ ના તમામ રાજ્યો માંથી 35,000 જેટલા Scout ગાઈડ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં ગુજરાત ના તમામ જિલ્લા માંથી વિદ્યાર્થીઓ ગયા હતા સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તાર ભારત Scout guide સંઘ તરફથી અસ્તાન કન્યા વિદ્યાલય, પ્રાથમિક શાળા પુના અને પ્રાથમિક શાળા આનવલ ના scout guide ના વિદ્યાર્થીઓ એ જુદી જુદી પ્રવૃતિઓ માં ભાગ લીધો હતો અને સુંદર દેખાવ કર્યો હતો સુરત જિલ્લા ગ્રામ્ય ની ટીમ સાથે અસ્તાન કન્યા વિદ્યાલય ના પ્રજ્ઞા બેન ચૌધરી અને પ્રાથમિક શાળા પુના ના શાંતિલાલ ચૌધરી એ ટીમ લીડર તરીકે ફરજ બજાવી હતી વિદ્યાર્થીઓની આ કામગીરીને સુરત ગ્રામ્ય ના ચીફ કમિશનર, માનસિંહભાઈ પટેલ, મંત્રી પ્રેમભાઈ ગોસ્વામી, scout કમિશનર ગુલાબ ભાઈ ગરાસિયા, વિપુલભાઈ પટેલ વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા
