ડાંગ ના ચીંચવિહીર ગામ ની પાંચ વર્ષ ની બાળકી ને એપ્લાસ્ટીક એનિમિયા નામ ની ગંભીર બીમારી -પરિવાર ને આર્થીક મદદ ની જરૂરત.

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ ના સુબીર તાલુકાના ચીંચવિહીર ગામ ની પાંચ વર્ષ ની ટ્વિન્કલ નામ ની બાળકી એપ્લાસ્ટીક એનિમિયા નામ ની ગંભીર બીમારી થી પીડાય છે.તેમજ બાળકી નો ઈલાજ માટે ડૉક્ટર દ્વારા ૧૫૦૦૦૦૦(પંદર લાખ )નો ખર્ચ દાર્શવવા માં આવ્યા છે.મળતી માહિતી મુજબ ચીંચવિહીર ગામ ના કાંતિલાલ ભાઈ અંતારામ ચૌધરી જેઓ વ્યવસાયે ખેતી કામ કરે છે ગત મહિના અગાવ તેમની પાંચ વર્ષની દીકરી બીમાર થતા વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ હતી.જેમને વધુ સારવાર માટે વડોદરા સ્થિત કૈલાશ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે હાલ સારવાર હેઠળ છે .બાળકી ના પરિજનો પાસેથી મળથી માહિતી મુજબ તેમની દીકરી ને દર બાર દિવસ ના અંતરે લોહી ચડાવવા માં આવે છે તેમજ બાળકી ને બોન ટ્રાન્સપ્લાન્ટ ની સત્વરે જરૂરત ઉભી થઈ છે.

બીમાર બાળકી નો પરિવારે જિંદગી ની જમાં પૂંજી બાળકી ના સાર વાર અર્થે ખર્ચી નાખી છે તેમજ ૧૫૦૦,૦૦૦ લાખ રૂપિયા નો ખર્ચ તાત્કાલીક પોહચી શકે તેમ નથી તેમજ આયુષ્માન ભારત કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સહાય મળવા પાત્ર છે પરંતુ વધારાની 10 લાખ જેટલી ખર્ચની રકમ પરિવાર દ્વારા તાત્કાલિક પહોચી શકે તેમ ન હોવાથી વર્તમાન ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ પાસે ભલામણ કરી છે તેમજ મુખ્યમંત્રી રાહત કોષ માંથી સહાય મળે તે માટે અરજી કરી છે તેમ જ ડાંગ ની આ દીકરીના સારવાર માટે આર્થિક રીતે મદદરૂપ થવા માટે g-pay 9408499624અને phon-pay 9408851477નંબર ના માધ્યમથી જે લોકો મદદરૂપ બની શકે તે માટે જાહેર કર્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *