ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે યોગ રમત સ્પર્ધાનું આયોજન…

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

તાપી જિલ્લામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અમૃતાબેન ગામીતના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૪/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૮:૦૦ કલાકે શ્રીમતી કે.કે કદમ કન્યા વિદ્યાલય,વ્યારા ખાતે યોગ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પર્ધામાં હાજર રહેનાર અધિકારીઓ સભ્યશ્રીઓ આ મુજબ હાજર રહેશે.
જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં ચાર જજોની ટીમ અને તાપી જિલ્લાનાં જિલ્લા કોઓર્ડીનેટર,સિનિયર યોગ કોચ,યોગ કોચ, ટીમ લીડર

(1) યોગ રમતવીરો હાજર રહેશે.( ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ સ્પર્ધામાં જેણે ઓનલાઈન ફોર્મ ભર્યું હશે તે જ રમતવીર ભાગ લઈ શકશે.)
(2) યોગ સ્પર્ધા જોવા માટે ઇચ્છુક દરેક ભાઈ બહેનોને આમંત્રણ આપવામાં આવે છે.( તાપી જિલ્લાના વધુને વધુ ભાઈ બહેનો રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે આવો એવી નમ્ર વિનંતી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *