
રિપોર્ટ, મયુર પટેલ
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ખૂબ જ પૌરાણિક જૂનું રામજી મંદિર છેલ્લા ત્રણ વર્ષ પહેલા ટ્રસ્ટીઓ દ્વારા તોડી પાડવા માં આવેલા હતા. આ પૌરાણિક મંદિર પુના નિર્માણ કરવા ના બદલે ટ્રસ્ટીઓ દ્વારા આજ દિન સુધી મંદિર નિર્માણનું કાર્ય શરૂ કર્યું નહીં અને પ્રજાન સાથે દ્રોહ કરી મંદિરની જગ્યા જાણવા પ્રમાણે બારોબાર વેચી મારવાનો કારસ્તાન ઘડવા માં આવ્યો,,!! આ જૂનું પૌરાણિક સ્થાનનો નિરીક્ષણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરી ફરી આ સ્થાનમાં ભવ્ય મંદિર નિર્માણ થાય તે દિશામાં અને આ સંદર્ભે મામલતદાર શ્રી મહુવા કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ જોડાયા હતા