
પોદાર સ્કૂલ ને જીવન કૌશલ્ય શિક્ષણમાં શ્રેષ્ઠતા.નવીન વ્યવહારમાં શ્રેષ્ઠતા.અને ગુજરાતની શ્રેષ્ઠ CBSE શાળાઓનો પુરસ્કાર.એનાયત કરાયા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. હૈદરાબાદ ખાતે યોજાયેલ બ્રેઈનફીડ સ્કૂલ એક્સેલન્સ એવોર્ડ સમારોહ માં અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ને ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા બ્રેઈનફીડ સ્કૂલ એક્સેલન્સ એવોર્ડ સમારોહ નું હૈદરાબાદ ખાતે ફોર્મર ડાયરેકટર જનરલ ઓફ પ્રિસોન્સ ના ડોક્ટર સી.એન ગોપીનાથ રેડ્ડી અને તેલંગણા રેકોગનિઝ્ડ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિયેશન ના પ્રમુખ વાય શેખર રાવ સહીત ના અધિકારીઓ ની ઉપસ્થિતિ માં ભારતની ટોચની 500 શાળાઓ એવોર્ડ 2023 સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી પાસે આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ને જીવન કૌશલ્ય શિક્ષણમાં શ્રેષ્ઠતા અને .નવીન વ્યવહારમાં શ્રેષ્ઠતા.તેમજ ગુજરાતની શ્રેષ્ઠ CBSE શાળાઓનો પુરસ્કાર. ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે શાળા ના આચાર્ય ગંગાધર ને આ ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા શાળા ને બ્રેઈનફીડ સ્કૂલ એક્સેલન્સ એવોર્ડ મળતા શાળા ના શિક્ષકો માં ખુશી નો માહોલ હતો