
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના સામુહિક આરોગ્ય કેન્દ ને ઝેડસીએલ કેમીકલ દ્વારા અદ્યતન એમ્બ્યુલન્સ ની ભેટ આપવામાં આવી હતી જેનું અંકલેશ્વર ના મામલતદાર ભરૂચ ,જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ના ચેરમેન તેમજ અધિક આરોગ્ય જિલ્લા અધિકારી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ની ઝેડ સી એલ કેમિકલ કંપની તરફ થી ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ ના સંકલન હેઠળ ગડખોલ ગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ને અદ્યતન સુવિધા સભર એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી જે અંગે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન આરતીબેન પટેલ ,મામલતદાર કરણસિંહ રાજપૂત, અને જિલ્લા આરોગ્ય વિભાગ ના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી મુનીરાબેન શુક્લા તેમજ ઝેડસીએલ કેમિકલ કંપની ના હેડ શુભ્રત સતપતિ ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમ ની દીપપ્રાગટ્ય દ્વારા શરૂઆત કરાય હતી.અંકલેશ્વર તાલુકા ના આ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં તમામ સુવિદ્યાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે ઝેડ સી એલ કંપની દ્વારા એમ્બ્યુલન્સ ની સાથે ઓક્સિજન સીલીન્ડર સહીત ના સાધનો પણ અર્પણ કરવામાં આવ્યા હતા બાદ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ઝેડ સી એલ કંપની ના હેડ શુભ્રત સતપતિ એ સામુહિક આરોગ્ય કેન્દ ના અધિક્ષક ડોક્ટર વૈશાલી રોહિત ને ચાવી અર્પણ કરી એમ્બ્યુલન્સ ની ભેટ આપવામાં આવી હતી .આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા ,તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની ,તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન કલ્પેશ પટેલ ,ગડખોલ ના આગેવાન રોહન પટેલ સહીત સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તબીબો અને સ્ટાફ સહીત હેલ્થ વર્કર આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા .
