


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ના ઉદ્યોગકાર અને સામાજિક કાર્યકર મહેશ પટેલ ને મુંબઈ ખાતે નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ 2022 એનાયત કરાયો છે સાથે .કેમ્બ્રિજ સ્કૂલ ઓફ યુ કે દ્વારા સોશ્યલ વર્ક માં માનદ ડોક્ટરેટ ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી
નેલ્સન મંડેલા નોબેલ પુરસ્કાર વિજેતા તરીકે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગ કાર અને સામાજિક કાર્યકર મહેશ પટેલ ને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ અને સમર્પિત સેવાને ઓળખવા અને સન્માન આપવા માટે પ્રશંસાના પ્રતીક તરીકે નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. સેન્ટ મધર ટેરેસા યુનિવર્સિટી ફોર ડિજિટલ એજ્યુકેશન એક્સેલન્સ સસ્ટેને બિલિટી ડેવલપમેન્ટ, જે બી આર હાર્વર્ડ, યુ એસ એ દ્વારા માન્યતા પ્રાપ્ત કેટેગરી- “સામાજિક કાર્ય” હેઠળ પીસ એવોર્ડ 2022 અને માનદ ડોક્ટરેટ ડિગ્રી. કેમ્બ્રિજ સ્કૂલ ઓફ ડિસ્ટન્સ એજ્યુકેશન, યુકે સાથે સંલગ્ન ની પણ ડિગ્રી માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. મહેશ ભાઈ પટેલ દ્વારા 2015 સુધી કોસંબા અને વ્યારા ખાતે ટ્રાયબલ વિસ્તાર માં દીકરી ના શૈક્ષણિક સ્તર સુધારવા પ્રોત્સાહન માટે સતત્ત કામગીરી કરતા 100 % પરિણામ મળ્યું હતું આ ઉપરાંત કોવિડ-19 માં આરોગ્ય લક્ષી કામગીરી કરી હતી તો અંકલેશ્વર ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી તરીકે તો વેસ્ટ મેનેજમેન્ટ માં ચેરમેન તરીકે અને એરાઈલ માં ડિરેક્ટર તરીકે ઉદ્યોગો અને સમાજ માટે બેવડી કામગીરી કરી રહ્યા છે. આરોગ્ય, પર્યાવરણ અને શૈક્ષણિક ક્ષેત્રે તેમના શાંતિપૂર્ણ રીતે કરી રહેલી સાઇલન્ટ વર્કર તરીકેની કામગીરી ને નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ એકેડમી દ્વારા વિવિધ રાજ્યોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વે બાદ અંતે ગત રોજ મુંબઇ ખાતે આ એવોર્ડ એનાયત નો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં ફિલ્મ અભિનેત્રી મહિમા ચૌધરી. અને યુક્તા મુખી ના હસ્તે નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ 2022 “સામાજિક કાર્ય” હેઠળ પીસ એવોર્ડ 2022 અને માનદ ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ સામાજિક કાર્ય માં ડોકટરેટ પદવી મેળવી ડૉ મહેશ પટેલ બનાનર મહેશ ભાઈ પટેલ ને . આ એવોર્ડ મળ્યા બાદ સમાજ માં વધુ સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળી છે. જે કાર્ય કરતા હતા તે ઘણું ઓછું હતું હવે વધુ શિક્ષણ ને અને આરોગ્ય ક્ષેત્રે માં કામગીરી કરવા ની પ્રેરણા એવોર્ડ બાદ મળી છે
