


રિપોર્ટ : બીના પટેલ
1947 થી શરૂ થયેલ સંગઠન રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ નાં ગુજરાત માં બીજુ કાર્યાલય અમદાવાદ ખાતે શુભારંભ થયો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બીના બેન પટેલ હસ્તે કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય પ્રદેશ અધ્યક્ષ બીના બેન પટેલ,પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રભુદાસ ભાઈ દવે, પ્રદેશ મહા મંત્રી જાગૃતિ બા રાઠોડ, તથા જિલ્લા અધ્યક્ષ પ્રતીકભાઈ પંડ્યા,સરોજબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. બીના બેન પટેલે રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ નું કાર્ય તથા આશયને આગામી સેવા કાર્યો વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ બીના પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રભુદાસ દવે,પ્રદેશ મહા મંત્રી જાગૃતિ બા રાઠોડ, જિલ્લા અધ્યક્ષ પ્રતીક પંડયા,સરોજબેન રાઠોડ તથા અમદાવાદ જિલ્લા ના તમામ સંગઠન ના સદસ્યો ઉપસ્થિત રહેલા હતા.
