અંકલેશ્વર ખાતે બે દિવસીય કાયસ્થ સમાજ ની રાજ્ય કક્ષા ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

રાજ્ય માંથી કાયસ્થ સમાજની 18 જેટલી ટીમો એ ભાગ લીધો ફાઇનલ માં ભરૂચ ની ટીમ વિજેતા બની
અંકલેશ્વર મિશન કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવેલ ટુર્નામેન્ટ ના અંતે ટ્રોફી તેમજ શિલ્ડ આપી વિજેતા તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી ને સન્માનિત કરવામાં આવ્યા
કાયસ્થ સમાજ ની એકતા અને સંગઠીતતા માટે 15 વર્ષ થી થતું આયોજન

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ખાતે બે દિવસીય કાયસ્થ સમાજ ની રાજ્ય કક્ષા ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમાં રાજ્ય માંથી કાયસ્થ સમાજ ની 18 જેટલી ટીમો એ ભાગ લીધો હતો. ફાઇનલ માં ભરૂચ ની 007 ટીમ વિજેતા બની હતી. અંકલેશ્વર મિશન કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવેલ ટુર્નામેન્ટ ના અંતે ટ્રોફી તેમજ શિલ્ડ આપી વિજેતા તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર સ્થિત કાયસ્થ સમાજ દ્વારા રાજ્ય કક્ષા ની સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન અંકલેશ્વર મિશન કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું રાજ્ય માંથી બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ માં અમદાવાદ,વડોદરા, ભરૂચ , સુરત, વલસાડ અને અંકલેશ્વરની 18 જેટલી ટીમો એ ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચ ભરૂચ ની 007 ઇલેવન અને વડોદરા ની બજરંગ ઇલેવન વચ્ચે યોજાઈ હતી. જેમાં ભરૂચ ની 007 ઇલેવન નો વિજય થયો હતો. ટુર્નામેન્ટ ના અંતે સમાજ ના પ્રમુખ દિપક કાયસ્થ તેમજ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પાલિકા મ્યુનિસિપલ સભ્ય ભાવેશ કાયસ્થ પ્રતીક કાયસ્થ ,તેમજ અશેષ કાયસ્થ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે વિજેતા, તેમજ રનર્સઅપ ટીમ ઉપરાંત ટુર્નામેન્ટ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી ઓ ને ટ્રોફી તેમજ રોકડ ઇનામ અપાઈ સન્માનિત કરવામાં આવ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM