શ્રી સુનિલકુમાર મીનાએ રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો


કમલમ ન્યૂઝ રાકેશ વાળા,
શ્રી સુનિલ કુમાર મીનાએ રાજકોટ ડિવિઝન ના નવા સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની નિમણૂક શ્રી અભિનવ જેફના સ્થાને કરવામાં આવી છે, જેમની ભાવનગર ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર તરીકે બદલી કરવામાં આવી છે. શ્રી મીના 2010 ની બેચના ભારતીય રેલવે ટ્રાફિક સેવાના વરિષ્ઠ અધિકારી છે. તેમણે સૈનિક સ્કૂલ, ચિત્તોડગઢમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને મુંબઈની ટીએસ ચાણક્ય કોલેજમાંથી સ્નાતક (બીએસસી-નોટિકલ સાયન્સ) ની ડિગ્રી મેડવી હતી. શ્રી મીનાએ પશ્ચિમ રેલવેમાં વિવિધ મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે જેમાં આસિસ્ટન્ટ ઓપરેટિંગ મેનેજર-અમદાવાદ, ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર-રતલામ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રતલામ ડિવિઝન શામેલ છે. તેમણે ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટમાંથી લોજિસ્ટિક્સ અને મેનેજમેન્ટની તાલીમ લીધી છે. શ્રી મીના ને સ્પોર્ટ્સ રમવું પસંદ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *