આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટીવંત માર્ગદર્શનમાં રજુ થયેલુ બજેટ અર્થતંત્રની ગતિશીલતા સાથે સાથે જન જન ના સપના સાકાર કરનારૂ બની રહેશે– ૧૨ જામનગર લોકસભા ના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમનો પ્રતિભાવ

જામનગર (ભરત ભોગાયતા)

આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જણાવ્યુ હતુ કે ભારતના બજેટ ઉપર સમગ્ર દુનિયાની નજર છે …..તે મુજબનુ જ વર્ષ ૨૦૨૩ નુ ઐતિહાસિક બજેટ વિઝનરી અને પ્રોડક્ટીવ બની રહેશે તેની પ્રતિતિ સમગ્ર ભારત કરી રહ્યુ છે તેમ ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ કેન્દ્રીય બજેટ નો અભ્યાસ પુર્ણ પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ

આ તકે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ બજેટનુ વિશ્ર્લેષાત્મક પ્રતિભાવમા જણાવ્યુ છે કે
આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટીવંત માર્ગદર્શનમાં નાણામંત્રી શ્રી સીતારમનજીએ
જીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ-૨૦૨૩-૨૪ દેશનો વિકાસ-પ્રગતિ અને સ્થિરતા સાથે જન જન ના સપના સાકાર કરવાનુ સુનિશ્વિત કરશે તેમજ ગૌરવપુર્ણ રીતે એમ પણ જણાવ્યુ છે કે
વૈશ્વિક સ્તરે ભારતના ખેતી-રોજગાર-ઉત્પાદન-શિક્ષણ-આરોગ્ય-મહિલા ઉત્કર્ષ -ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ટેક્સ ઉદારીકરણ સહિતના ક્ષેત્રોમાં સૌના વિશ્વાસને પ્રતિપાદીત કરતા પ્રોત્સાહક અને આદર્શ અૈતિહાસીક અને સમર્થ બજેટ માટે આપણે સૌ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમનજીના ખૂબ ખુબ આભારી છીએ.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર-સ્ટાર્ટઅપ-મેન્યુફેક્ચરીંગ-ડીજીટા ઇઝેશન-ઈનોવેશન-ટેકનોલોજી-ગ્રીન એનર્જી-રીસર્ચ-બીઝનેસ-ઇન્વેસ્ટમેન્ટ સહિત આત્મનિર્ભર ભારત માટે કરેલી જોગવાઇઓથી આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્ર પ્રગતિના નભને આંબશે તેવો દ્રઢ વિશ્ર્વાસ શ્રી પૂનમબેન એ વ્યક્ત કર્યો છે

કેમકે ઘર આંગણાથી માંડી વૈશ્ર્વીક સ્તરે ભારતની ઇકોનોમી ને ગતિશીલતા આપતુ આદરણીય પ્રધાનમંત્રી મોદીના સઘન અને વિઝનરી માર્ગદર્શન હેઠળનુ કેન્દ્રીય બજેટ તમામ વર્ગનુ આ અંદાજપત્ર હોવાનુ જણાવી ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ ઉમેર્યુ હતુ કે કૃષી પ્રધાન રાષ્ટ્ર મા પ્રાકૃતિક ખેતી માટે ગોબરધન યોજના ઉપરાંત યુવાનો માટે ઉંચાઇને આંબવાની જોગવાઇઓ તો સામાન્ય વર્ગનુ જીવન સાનુકુળ કરતી રાહતો અને યોજનાઓ મહિલાઓ માટે ખાસ ફંડની ફાળવણી સિનિયર સીટીઝન માટે જીવનસંધ્યા ખીલવતી તકો સહિત મુખ્ય સેગમેન્ટસમા બજેટને નાણા મંત્રી નિર્મલા સીતારમણજી એ વિભાજીત કર્યુ છે જેમા દરેક વિભાગમા આનુસાંગીક અનેકવિધ પ્રાવધાનો કરવામા આવ્યા છે જે ઇકોનોમી ને વેગવંતુ કરવાની સાથે પ્રજાજનોને નૈતિક હિંમત અને બહુઆયામી સુરક્ષીતતા પ્રદાન કરનારૂ છે

કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ થી ઇન્ફરેાસ્ટ્રક્ચર-સ્ટાર્ટઅપ–ઇનોવેશન-મેન્યુફેક્ચર ક્ષેત્ર માટે નવી દિશાઓ ખુલશે તો આવકવેરા માળખાની ઉદારતા ભરી રાહત દરેક વર્ગને નાણાકીય લાભ અપાવશે સાથે સાથે બીઝનેસની સાનુકુળતા–શિક્ષણ-આરોગ્ય –જીડીપી માટે મજબુતાઇ પ્રદાન થશે તેમ પણ સાંસદ શ્રી પૂનમબેન એ આ તકે જણાવ્યુ છે અનેરાષ્ટ્રના જન જન માટેનુ બજેટ વડાપ્રધાન ના ઘનિષ્ઠ માર્ગદર્શનમા નાણામંત્રીએ આપતા વધુ એક વખત જન વિશ્ર્વાસ કેળવનારા આ બજેટ ની આર્થીક જોગવાઇઓથી દરેક વર્ગ ખુશ થયા છે

ખાસ કરીને ગૌરવપ્રદ બાબત એ પણ છે કે અર્થતંત્રની અસ્થિરતાથી દુનિયા ડામાડોળ છે ત્યારે આ વર્ષ ૨૦૨૩-૨૪ નુ બજેટ ભારતને મક્કમ ગતિએ આગળ ધપાવનારૂ બની રહેશે

માત્ર ફીગર જ નહી ફેક્ટસ અને ફીલીંગ્સ સાથેનુ “સૌ ના પ્રયાસ” ને ગતિશીલ કરતુ આદર્શ બજેટ એ આઝાદી અમૃત કાળની વડાપ્રધાન ની દેશને વિકાસની હરણફાળરૂપી ભેંટ સમાન હોવાનુ જણાવ્યુ છે

વિશેષ સઘન અભ્યાસ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ એમ પણ જણાવ્યુ છે કે રાષ્ટ્ર એકજુથ થઇ નયા ભારત ના નિર્માણ માટે કટીબદ્ધ થયુ છે ત્યારે આઝાદીના અમૃતકાળનું આ બજેટ ભારતની આર્થિક સ્થિતિને વધુ ને વધુ સ્થિરતા સાથે પ્રગતીનુ ઇંજન આપી આપણી અર્થવ્યવસ્થાને સુદ્રઢ કરનારૂ છે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્ર્વાસ સૌના પ્રયાસથી આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરતા સમાન અને સમાંતર તેમજ સર્વાંગી વિકાસ
છેવાડાંના માનવી સુધી દરેક સુવિધા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ
ક્ષમતાને ઉજાગર કરવાની અનેક દિશાઓ ગ્રીન સેક્ટર ગ્રોથ યુવાશક્તિને ગગનવિહાર માટે હજુય સાનુકુળતાઓ નાણા ક્ષેત્રને સ્થિરતા સાથે મજબુતાઇ પ્રદાન કરવાની સાથેના આ બજેટમાં5G એપ્સ તૈયાર કરવાની પ્રયોગશાળાઓ બનશે જે ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમા ક્રાંતિકારી કદમ બની રહેશે

નોંધપાત્ર છે કે વર્ષ 2014 થી શ્રીમોદી સા. ના નેતૃત્વમા કેન્દ્ર સરકારશ્રીએ દેશવાસીઓના જીવનને વધુ ગુણવત્તાસભર અને ગરિમાપૂર્ણ બનાવ્યું છે. વ્યક્તિદીઠ આવક વધીને 1.97 લાખ રુપિયા થઈ છે. છેલ્લા 9 વર્ષમાં અર્થવ્યવસ્થા દુનિયાની પાંચમી સૌથી શ્રેષ્ઠ અર્થવ્યવસ્થાના રુપમાં આગળ વધી રહી છે અને હજુય
ઊર્જા સુરક્ષા ક્ષેત્રમાં ₹35 હજાર કરોડનું રોકાણગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત 2030 સુધી 5 MMT વાર્ષિક ઉત્પાદનનું લક્ષ્ય
નવીનીકરણ ઊર્જા ક્ષેત્રમાં ₹20,700 કરોડનું થશેપ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા પીએમ પ્રણામ યોજના લોન્ચ કરાશે અને
ગોબરધન યોજના અંતર્ગત 500 નવા પ્લાન્ટની સ્થાપના થશે તો
પ્રાકૃતિક ખેતી માટે 10 હજાર બાયો-ઇનપુટ રિસોર્સ કેન્દ્રો સ્થાપિત
થશે સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર્સ સ્થાપિત થશેપ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0ની શરૂઆત થશે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹ 75,000 કરોડનો ખર્ચ કરાશે50 નવા એરપોર્ટ અને હેલીપેડનું નિર્માણ થશેશહેરી વિકાસ માટે વાર્ષિક ₹10,000 કરોડ ખર્ચાશે જેમા આવાસ યોજનાઓને પણ પ્રાધાન્ય અપાશે સાથે સાથે મહામારીથી પ્રભાવિત MSME સેક્ટર ને રાહત આપી ભારતના અર્થતંત્રનો મજબુત હિસ્સો બનાવાશે સામાજીક ભૌગોલીક ઉત્પાદકતા ઉપલબ્ધતા સાથે જરૂરીયાત ને લક્ષ્યમા લઇ વિવિધ વર્ગો માટે તેમના વિસ્તાર તેમના વ્યવસાય તેમની ક્ષમતા તેમની પરંપરા દરેક ને ધ્યાને લઇ દેશના દરેક રાજ્યો પ્રદેશોને સાનુકુળ યોજનાઓ અને સુવિધાઓ સાથે રાષ્ટ્રનિર્માણની કટીબદ્ધતા આ બજેટમા ઉભરી આવી છે તેમ પણ આ તકે સારાંશમા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ જણાવ્યુ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *