રિપોર્ટ ,મયુર પટેલ

મહુવા પોલીસ સ્ટેશન જિલ્લો સુરત ગ્રામ્ય ખાતેના અનાવલ આઉટ પોસ્ટ ના અ.હે.કો પ્રદિપભાઈ તીરશીંગભાઈ તથા અ.પો.કો પરેશભાઈ રામુભાઈ તથા ડ્રા.પો.કો સુનીલભાઈ સુરેશભાઈ નાઓ સાથે અનાવલ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમ્યાન અનાવલ રેલવે સ્ટેશન ઉપર આવતા સ્ટેશન ના એક ખુણામા બેસી એક છોકરો
ઉીંમર વર્ષ.આશરે ૭ થી ૮ વર્ષનો રડતો જોવા મળેલ હતો જે જોઈ છોકરા પાસે જઈ તેનુ ઠામ પુછતા પોતાનું નામ તુષાર હોવાનું જણાવતો હતો અને તેના માતા પિતા કે પુરૂ નામ સરનામું ખબર નથી તેમજ તે મઢી આશ્રમશાળામાં અભ્યાસ કરતો હતો તેમ જણાવતા તે સમયે છોકરા તૃષાર ને અનાવલ આઉટ પોસ્ટ ઉપર લઈ આવી તેના નામ સરનામા બાબતે પુછપરછ કરવામા આવેલી પરંતુ તેના દ્રારા ઉપર જણાવ્યા સિવાયની કોઈ માહીતી મળી શકેલ નહી. આ છોકરો મઢી આશ્રમશાળા તા. બારડોલી ખાતે અભ્યાસ કરતો હતો જેથી મઢી આશ્રમશાળાનો ટેલીફોનીક સંપર્ક કરતા મઢી આશ્રમ શાળાના આચાર્ય અજીતભાઈ એ જણાવેલું કે આ છોકરાનું નામ તુષાર કુમાર અરુણભાઈ પવાર ઉ.વર્ષ.૧૩ રહે- દિવાનટેબરૂન ગામ, કાનબારી ફળિયુ, તા-આહવા, જી- ડાંગ નો છે. જેઅમારી શાળામા ધોરણ ૮ મા અભ્યાસ કરતો હતો. અને દિવાળી વેકેશન પછી શાળામા આવેલ નથી. તેમજ આચાર્યએ છોકરા ના વાલી અરૂણભાઈ ઉફે દિનેશભાઈ નો મો.ન.૯૩૨૮૭૯૨૧૦૧ આપેલ હતો. જે મોબાઈલ ઉપર સંપર્ક કરતા તે છોકરા ના પિતાએ પૂછતા જણાવેલ કે આ મારો છોકરો તુષાર મારા મોટા ભાઈ રૂપેશભાઈ ની સાથે પ્રતાપનગર ,તા-વાંસદા જી-નવસારી, ખાતે રહે છે. અને તેઓએ રૂપેશભાઈનો મો. નં-૬૩૬૬૧ ૧૭૦૫૩ આપેલ અને આ મોબાઈલ પર સંપર્ક કરતા રૂપેશભાઈ એ જણાવેલ કે આ મારો ભત્રીજો તુષાર છે જે અમારી સાથે પ્રતાપનગર રહે છે અને સવાર થી કંઈક જતો રહેલ અને તેની અમે શોધખોળ કરી રહ્યા છીએ. પરંતુ અમે તેને લેવા માટે આવી શકીએ તેમ નથી .જેથી હુ મારા કાકાભાઈ કમલેશભાઈ ગુલાબભાઈ પવાર રહે- દિવાનટેબરૂન ગામ કાનબારી
ફળિયુ,તા-આહવા જી-ડાંગ, ના છે તેઓને તમારી પાસે મોકલી આપુ છુ.તેમ જણાવેલ અને થોડીવાર મા આ છોકરા તુષારના કૌટુંબિક કાકા કમલેશભાઈ ગુલાબભાઈ પવાર અનાવલ આ.પો ઉપર આવી ગયેલ અને તેઓ આ છોકરા તુષાર ને ઓળખી ગયેલ અને પોતાની સાથે લઈ જવા જણાવતા આ છોકરો પોતાનો અધુરો અભ્યાસ મઢી આશ્રમશાળા ખાતે જઈ કરવા માગતો હોય જેથી આ બાબતે આચાર્ય મઢી આશ્રમશાળા નો સંપર્ક કરી આ છોકરો તુષાર આગળ ભણવા માગે છે .અને તમારી શાળામા આવવા માગે છે .અને તેને તેના કાકા કમલેશભાઈ લઈને તમારી શાળા ઉપર અહીંયા થી આવવાના છે તે બાબતની વાત કરતા આચાર્ય એ છોકરા તુષાર ને ફરી થી ભણવા આવવા પરવાનગી આપતા તેના કાકા કમલેશભાઈ ગુલાબભાઈ પવારનું નિવેદન લઈ મળી આવનાર છોકરો તુષાર અરૂણભાઈ ઉફે દિનેશભાઈ પવાર ઉ.વ-૧૩ રહે- દિવાનટેબરૂન ગામ કાનબારી ફળીયુ તા-આહવા જી-ડાગ નાને તંદુરસ્ત હાલતમાં તેના વાલીને સોંપવામાં આવેલ છે.અને
આશ્રમશાળા મઢી ખાતે મુકી આવવા સમજણ આપવામાં આવેલ છે. મહુવા પોલીસ સ્ટેશન અનાવલ આ.પો ના અ.હે.કો પ્રદિપભાઈ તીરસિંગગભાઈ તથા અ.પો.કો પરેશભાઈ રામુભાઈ તથા ડ્રા.પો.કો સુનીલભાઈ સુરેશભાઈ ની ટીમવર્ક થી કરી ગુમ થનાર બાળકના વાલી વારસ શોધી કાઢી સો પ્રસંસનીય કામગીરી કરવામા આવેલ છે.
