
આજે તાપી જિલ્લાના યુવક-યુવતીઓ માટે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે રાજયકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીના અઘ્યક્ષ સ્થાને તથા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો ભરતી મેળો .

તાપી ચીફ રાકેશ વાળા કમલમ ન્યૂઝ.
તા.૩ જિલ્લા રોજગાર વિનિમય કચેરી-વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર આજે તા.૦૩-૦૨-૨૦૨૩, સવારે ૯:૦૦ કલાકે થી વ્યારા ખાતે રાજયકક્ષાના આદિજાતિ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીના અઘ્યક્ષ સ્થાને તથા રાજયકક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળો .

આ ભરતીમેળામાં જિલ્લા અને જિલ્લા બહારની વિવિધ કંપનીઓ માટે ૩૫૦ થી વધુ ખાલી રહેલ જગ્યા ભરવા માટે ઉપસ્થિત રહેનાર છે. રોજગારવાંછુ ઉમેવારો પોતાના પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલો, બાયોડેટા અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે કાર્યક્રમના સ્થળે ઉમટી પડયા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્ય શ્રી ડો.જયરામભાઈ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા, જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી દવે,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી. કાપડિયા, વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી શ્રીમતી સેજલબેન રાણા, નગરપાલિકા પ્રમુખશ્રી સોનગઢ ટપુ ભરવાડ ઉપસ્થિત રહિયા હતા.
સૌ રોજગારવાંચ્છુંકશ્રીઓને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા આચાર્યશ્રી આઇટીઆઇ ઇન્દુ, એમ.એસ.પટેલ તથા જિલ્લા રોજગાર અધિકારીશ્રી વી.એસ.ભોયે હાજર રહ્યા હતા. રોજગાર લક્ષી કાર્યક્રમ થી તાપી જિલ્લાના વિધિયાર્થીઓ મા આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો.
