



શ્રી વિશ્વકર્મા નવ પરગણા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ કટાવ ધામ ભાભર ના કટાવ ધામે ખાખીજી મહારાજ ની તપોભુમી માં શ્રી વિશ્વક્માઁ મંદિર સાનીધ્યમા વિશ્વકર્મા જયંતી મહોત્સવ વિધાઁથી સન્માન કરેલ શ્રી વિશ્વક્માઁ નવપરગણા ગજજર સુથાર સમાજ ટ્રસ્ટ દ્વારા જયરામદાસ બાપુના માગ દર્સન દ્વારા VNGSET પ્રમુખ શ્રી ડો,શંકરભાઈ સુથાર તથા મંત્રી શ્રી પીરાભાઈ સુથાર તમામ ટ્રસ્ટ મંડળ કારોબારી સભ્ય, સલાહકાર સમીતી ,સ્વયંસેવક સમાજ બંધુઓ સફળતાપૂર્વક ભવ્ય ઉજવણી કરવા માં આવી … આજે મહા સુદ તેરસ એટલે સ્રુષ્ઠિના સર્જન ભગવાન વિશ્વકર્મા નો પ્રાગટ્ય દિવસ..ભારત વર્ષમાં ભગવાન વિશ્વકર્મા ના તમામ મંદિરોમાં આજે દાદા નો પ્રાગટ્ય દિવસ તરિકે ઉજવવા માં આવે છે. જેમાં બનાસકાંઠા માં ઉતર ગુજરાત નુ મિનિ અયોધ્યા કહેવાતુ ભાભર તાલુકાના કટાવ ગામે ખાખીજી મહારાજ ની પુણ્ય તપોભુમી માં ભગવાન રાધવેન્દ્ર તેમજ વિશ્વકર્મા ભગવાન નુ લાલ પથ્થર માં થી બનાવેલ વિશાળ શુંન્દર મંદિર દેદિપ્યમાન છે.. જેની સામે ખાખીજી મહારાજ ની સમાધી તેમજ અખંડ રામધુન મંદિર પણ આવેલુ છે. આ તપોભુમીમાં આજે મંદિર પરિસર માં જયરામદાસ બાપુના માર્ગ દર્સન હેઠળ સમગ્ર સુથાર સમાજ નવ પરગણા ના આગેવાનો કાર્યકરો તેમજ ભાઇ બહેનો દ્વારા ભગવાન વિશ્વકર્મા સેવા પુજન અર્ચન કરવા માં આવ્યુ.. મંદિર પરિસરમાં હવન …તેમજ સમાજ ના તેજસ્વી તારલા ઓ નુ સન્માન કરવા માં આવ્યુ સમાજ ના ઉત્થાન માટે શરુ કરવા માં આવે શિક્ષણ ના સેવા યજ્ઞ ના આગેવાનો નૂ પણ સન્માન કરવા માં આવ્યુ.. સમાજના જ સાહિત્ય અને સંગિત કલાકારો દ્વારા સુંદર સંગિત પિરસી પ્રસંગને ચાર ચાંદ લગાડવામાં આવ્યા.સમગ્ર સમાજ માટે મંદિર માં ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવા માં આવી. સમગ્ર ગજજર સુથાર સમાજ નવ પરગણા ના વડિલો આગેવાનો.. સરકારી અધિકારી કર્મચારીઓ .ધંધાર્થી ઓ વિધ્યાર્થી ભાઇઓ બહેનો સમાજ ની માતા ઓ બહેન તમામ આબાલ વ્રુધ્ધ આજે કટાવ ધામ આવી ભગવાન વિશ્વકર્મા તેમજ ભગવાન રામન નુ પુજન અર્ચન તેમજ દર્સન કરી ધન્યતા અનુભવી હતી. કટાવ ધામ મંદિર ના મહંત શ્રી જયરામદાસ બાપુએ સમગ્ર સમાજ ને આશિર્વાદ અને શુભાષિશ પાઠવ્યા હતા.. નવ પરગણા ગજજર સુથાર સમાજ ટ્રષ્ટન પ્રમુખ દ્વારા સમાજે એકતા કરી શિક્ષણ કાર્યના ઉત્થાન માં સહભાગી તમામ નો આભાર માની સમાજ ને યથા યોગ્ય સાથ આપવા અપિલ કરી હતી.