પાટણ ના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં તપ અનુમોદના મહોત્સવ ઉજવાયો

પાટણ ના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં બિરાજમાન મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજય જી મહારાજ ની પાવન નિશ્રામાં સાઘ્વી શ્રી કુમુદપ્રિયા શ્રી જી મ.સા નું ૭૨ દિવસીય તપસ્યા પુર્ણ થતાં તપ અનુમોદના મહોત્સવ ઉજવાયો , ,આ પ્રસંગે ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયે સવારે ૮ કલાકે સાધ્વીજી ભગવંત નું પારણું કરાવવા આવ્યું પારણાં પ્રસંગે ત્રિસ્તુતીક જૈન સંઘ ના દરેક સદસ્ય તેમજ સાગર જૈન ઉપાશ્રય, નગીનભાઈ પૌષઘશાલા,ભારતી સોસાયટી સહિત પાટણ જૈન સંઘ ના વિભિન્ન સમુદાય ના અગ્રણીઓ અને નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કર, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ, સંજયભાઈ મોદી સહિત રાજસ્થાન ગુજરાત મઘ્યપ્રદેશ ના જૈન સંઘ ના લોકો ઉપસ્થિત રહ્યા, પારણાં બાદ દિવસ દરમ્યાન સામુહિક સામાઈક, તપ અનુમોદના ની ધર્મસભા , જયન્તસેન અષ્ટ પ્રકારી પૂજન, અને રાત્રે ભક્તિ ભાવના તેમજ આરતી આદિ કાર્યક્રમ નું આયોજન કોવીડ૧૯ ની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવ્યું, તપ અનુમોદના ના દિવસે પાટણ એસ પી અક્ષયભાઈ મકવાણા એ ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રય આવી ને મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજય જી મહારાજ નાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ તપસ્યા ની અનુમોદના કરી,તપ અનુમોદના માં નગર માં બિરાજમાન પંન્યાસ પ્રવર શ્રી ભવ્યયશ વિજય મહારાજ સહિત દરેક ઉપાશ્રય નાં સાઘુ સાઘ્વી ભગવંત પધાર્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *