વ્યારા ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે યાદગાર કવિ સંમેલન યોજાયું

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

શ્રી ર.ફ.દાબુ કેળવણી આર્ટસ મંડળ સંચાલિત શ્રી આર.પી.ચૌહાણ અને શ્રીમતી જે. કે. શાહ અને શ્રી કે.ડી.શાહ કોમર્સ કોલેજ તથા કે.આર. પી.દરજી ઇન્ડો અમેરિકન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, વ્યારા ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે યાદગાર કવિ સંમેલન યોજાયું…

તા.૦૮/૦૨/૨૦૨૩ ના બુધવારના રોજ વ્યારામાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સીતારામ ઓડિટોરિયમ હોલમાં સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે એક ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં વ્યારાના કવિઓએ પોતાની ગઝલ અને કાવ્યો રજૂ કરીને પ્રેક્ષકોને મોહિત કર્યા હતા.
આ કવિ સંમેલનમાં કવિ શ્રી દક્ષાબેન વ્યાસ, શ્રી શાંતિલાલ મેરાઈ, શ્રી નૈષધભાઈ મકવાણા, શ્રી ઉમેશભાઈ તામસે, શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી રોશનભાઈ ચૌધરી, શ્રી નાઝ વ્યારવી, શ્રી શબ્બા વ્યારવી જેવા આઠ કવિઓએ પોતાની કવિતાનુ શ્રોતાઓને રસપાન કરાવ્યું હતું. આ કવિ સંમેલનમાં કોલેજના આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ખરવાસિયા સાહેબ, શાળાના તમામ અધ્યાપિકા અને અધ્યાપકો, અન્ય કર્મચારીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક શ્રી મેરુભાઈ વાઢેળ સાહેબે કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *