જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ફેબ્રુઆરી-૨૩ દરમિયાન સાયકીયાટ્રીસ્ટ અને ઓપ્થલ્મોલોજી કેમ્પનું આયોજન

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ફેબ્રુઆરી-૨૩ દરમિયાન સાયકીયાટ્રીસ્ટ અને ઓપ્થલ્મોલોજી કેમ્પનું આયોજન આથી તમામ નાગરિકોને જણાવવાનું કે જનરલ હોસ્પિટલ,વ્યારા દ્વારા ફેબ્રુઆરી-૨૩ દરમિયાન સાયકીયાટ્રીસ્ટ અને ઓપ્થલ્મોજી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકીયાટ્રીસ્ટ કેમ્પ શેડ્યુલ માસના બીજા મંગળવાર તા.૧૪/૦૨/૨૦૨૩ ના રોજ સા.આ.કેન્દ્ર નિઝર અને ત્રીજા મંગળવાર તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ સા.આ.કેન્દ્ર જામખડી,સા.આ.કેન્દ્ર સોનગઢ અને ચોથા મંગળવાર તા.૨૮/૦૨/૨૦૨૩ ના રોજ સા.આ.કેન્દ્ર ચિત્તપુર ,સા.આ.કેન્દ્ર કુકરમુંડા ખાતે યોજાશે. જ્યારે ઓપ્થલ્મોલોજી કેમ્પ તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ જનરલ હોસ્પિટલ,વ્યારા અને એસ.ડી.એચ. સોનગઢ ખાતે યોજાશે. તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ સી.એચ.સી.ડોલવણ અને વાલોડ ખાતે યોજાશે. જેનો લાભ લેવા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જનશ્રી,જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *