જોધલપીર સમાધિ સ્થાનકના મહંત શ્રી ગોરધનદાસ મહારાજે આર્શીવચન પાઠવ્યા.

ઐતિહાસિક રાજધાની અણહિલવાડ પાટણ ખાતે આવેલ પવિત્ર સરસ્વતી નદીના કાંઠે શાક્ષાત બિરાજમાન શ્રી મેલડી માતાના મંદિર પરિસર માં પાટણ વાડા સો- સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજના ત્રીજા સમુહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ વાડા સો- સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજના ત્રીજા સમુહલગ્ન મહોત્સવમાં શ્રીમતી મેનાબેન મોદી પ્રાથમિક કુમાર શાળાના દિવંગત આચાર્યશ્રી મોહનલાલ લક્ષ્મણદાસ સાધુના ધર્મપત્ની ગંગાસ્વરૂપ મંજુલાબેન મોહનલાલ સાધુએ દિવંગત મોહનલાલ સાધુના માનાર્થે માસિક કુટુંબ પેન્શનમાંથી મળતા નાણાંની બચત કરી તેનો સમાજ વિકાસ માટે સદુપયોગ કરીને ભોજન દાતા તરીકે સરાહનીય ફરજ બજાવી હતી.
પાટણ વાડા સો- સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજના ત્રીજા સમુહલગ્ન મહોત્સવમાં સંત શ્રી જોધલપીર સમાધિસ્થાન કેસરડીના મંહત શ્રી ગોરધનદાસ માહરાજ એ વિશેષ ઉપસ્થિત રહીને નવદંપતીઓ સહિતનાંને આર્શીવચન પાઠવ્યા હતા. પાટણ વાડા સો- સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજના ત્રીજા સમુહલગ્ન મહોત્સવની સામાજિક આગેવાનોની કમિટીએ સમૂહ લગ્નમાં વિવિધ દાન આપનાર સમસ્ત દાતાઓનું ઢોલ શરણાઈ વગાડીને તેમજ શાલ ઓઢાડીને અને સંત શ્રી ત્રિકમ સાહેબનુ તૈલ ચિત્ર આપીને બહુમાન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *