મહુવા તાલુકાના વલવાડા ખાતે ટીબી રોગ જાગૃતિ રૂપે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ ,મયુર પટેલ

મહુવા તાલુકાના વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારત તેમજ ગુજરાત સરકારના ટીબી નાબૂદી કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત પ્રાથમિક શાળા વલવાડા ખાતે ટીબી રોગ જાગૃતિ રૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં શાળાના 10 બાળકો ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ દ્વીતીય અને તૃતીય વિજેતા બાળકોને ઇનામો થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ અન્ય સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહન ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત ડો. હિમાંશુ બી. પટેલ મે.ઓ.વલવાડા દ્વારા ટીબી રોગ અને તેની ગંભીરતા વિષે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવાં શાળાના આચાર્ય ,શિક્ષકગણ તેમજ આરોગ્ય કર્મચારી ભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે શાળાના આચાર્ય કેયૂરભાઈ પટેલ એ અંતિમ વિધી કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *