







કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ,લ્યૂપિન કંપની ,દેસાઈ ફાઉન્ડેશન ,હીરા આયોડાઇડ સોલ્ટ અને તાલુકા આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય બાળ આરોગ્ય મેળા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આસપાસ ના ગામો ના બે હજારથી વધુ બાળકો ના આરોગ્ય ચકાસણી અને આરોગ્ય લક્ષી માહિતી પુરી પાડવામાં આવશે ,
ગ્રામ વિકાસ ટ્રસ્ટ ,તાલુકા આરોગ્ય વિભાગ ,લ્યૂપિન કંપની ,દેસાઈ ફાઉન્ડેશન ,અને હીરા આયોડાઇડ સોલ્ટ ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ના અંદાડા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે બાળકો ને આરોગ્ય લક્ષી માહિતી મળી રહે અને બાળકો ની આરોગ્ય ચકાસણી થાય તે માટે બે દિવસીય બાળ આરોગ્ય મેળા નું આયોજન કરવામાં આવ્યું છે ,આ બાળ મેળા નું ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર જે.એસ દુલેરા ,લ્યૂપિન કંપની ના હેડ ચેતનસિંહ રાઠોડ ,તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બાળ આરોગ્ય મેળા માં ઉપસ્થિત બાળકો ને શૈક્ષણીક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ,બાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર જે,એસ દુલેરા ના હસ્તે બાળ આરોગ્ય મેળા નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું , બે દિવસ ચાલનારા આ બાળ મેળા માં અંદાડા સહીત આસપાસ ના ગામો ના અંદાજિત બે હજારથી વધુ બાળકો ના આરોગ્ય ની ચકાસણી અને આરોગ્યલક્ષી માહિતી પુરી પાડવામાં આવશે ,તેમજ બાળકો માટે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી પ્રદર્શન પણ મુકવામાં આવ્યું છે ,આ પ્રસંગે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ના રમેશ કાસોન્દ્રા ,ગામ ના સરપંચ નીરુબેન પટેલ ,દેસાઈ ફાઉન્ડેશન ના મિતલબેન ગોહિલ સહીત તબીબો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા