

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માં રહેતા વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્વાયરમેન્ટ એન્જિનિયરમાં રાજ્ય માં પ્રથમ આવતા ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજીના વરદ હસ્તે ભૌમિત તલાવીયા ને પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવતા અંકલેશ્વર નું ગૌરવ વધાર્યું છે ,
અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા અને ભરૂચની કે જે પોલિટેકનિકમાં ડિપ્લોમા એન્વાયરમેન્ટ એન્જિનિયરમાં અભ્યાસ કરતા ભૌમિત જયંતભાઈ તલાવીયા એ સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગત તા .૨ જી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની સાયન્સ સીટી ખાતે ગુજરાત ટેક નોલોજી યુનિવર્સિટીના યોજાયેલા પદવિદાન સમારંભમાં ભૌમિત તલાવીયાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજીના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગુજ રાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરીયા સહિત જીટીયુના વાઈસ ચાન્સેલર પંકજરાય પટેલ ની ઉપસ્થિતિમાં આ વિદ્યાર્થીને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવતા તલાવીયા પરિવારની સાથે ભરૂચ જિલ્લા નું અને અંકલેશ્વર નું ગૌરવ વધાર્યું છે.