લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબીદ્વારા G-20 પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઇ

ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવનાર ટીમ A અને ટીમ B ને વિજેતા જાહેર કરાઇ

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

    G-20 ઇન્ડિયાની પ્રેસિડન્સી અંતર્ગત એજ્યુકેશન વિભાગદ્વારા કોલેજ લેવલે અલગ અલગ કાર્યક્રમ કરવાની માહિતી પુસ્તિકાના આધારે લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબીદ્વારા પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં G-20 કન્ટ્રીઝ કલ્ચર , અર્બન ડેવલપમેન્ટ અને ટુરીઝમ ઇન ઇન્ડિયાના જેવા વિષયો લેવામાં આવ્યા હતા. જેની અંદર સંસ્થાના દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોમ્પિટિશનના અંતે રેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ A (શુભમ ગોહેલ, અંકિત કોળી, ધ્રુવ ચૌહાણ અને  કેવલ આહિર) અને ટીમ B (વત્સલ જોશી, વૈશ્વિક પંડ્યા, મયુર રાઠોડ) બંન્ને ટીમને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ ઇવેન્ટનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી. એન. સુથાર સર , G-20ના નોડલ ઓફિસર તરીકે ડૉ.માયાબેન વાધવાની અને સંસ્થાના જીમખાનાના વાઇસ પ્રેસિડેન્ટ એન. એમ.ભટ્ટની ટીમે  તેમજ અન્ય સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓએ મળીને કર્યુ હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *