
કમલમ ન્યૂઝ. શૈલેષ દેવાણી. વ્યારા.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ધોડચીત ગામે તા. 09/02/2023 ના ગુરુવારના રોજ જલારામ બાપાની સાલગીરીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી જેમાં ગામનાં ભક્તજનો દ્વારા ભંડારાનુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોક ડાયરાનો પણ આયોજન કરવામાં આવ્યું હતું.જલારામ બાપાના મંદિરની સાલગીરીમાં ગામનાં અને આજુબાજુના લોકોની સાથે સાથે આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ દર્શન કરી મહાપ્રસાદીનો અને લોક ડાયરા સાંભળવાનો લાભ લીધો હતો.