પ્રાથમિક શાળા ઊંચામાળા મુખ્ય તા.વ્યારા જિ.તાપી ખાતે શાળા સ્થાપના દિવસ અને વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

તા.૦૮/૦૨/૨૦૨૩ના બુધવારના રોજ વ્યારાના ઊંચામાળા ગામે ૧૦૨ વર્ષ પહેલાં સ્થાપના થયેલ  પ્રાથમિક શાળા ઊંચામાળા મુખ્યમાં સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખશ્રી તથા તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી શ્રીમાન સુધાકરભાઈ એલ ગામીતના અધ્યક્ષપણા હેઠળ અને સમારંભના ઉદ્દઘાટક અર્જુનભાઈ વી ચૌધરી ઉપપ્રમુખશ્રી તાપી જિલ્લા પંચાયત,શ્રીમાન નિતિનભાઈ એન ગામીત બાંધકામ અધ્યક્ષ તાપી જિલ્લા પંચાયત અને શ્રીમતી આશાબેન આર ચૌધરી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨ અને સમારંભના મુખ્ય મહેમાનો ગીરીશભાઈ ડી ચૌધરી,છત્રસિંહભાઈ એમ ચૌધરી,બકુલચંદ્ર આર ચૌધરી,અને કિરણભાઈ કે ગામીત દ્વારા સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી.અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ ક્ષેત્રે યશસ્વી રીતે શાળા સંકુલે ૧૦૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોય તારીખ ૦૮/૦૨/૨૦૨૩ ના રોજ વિદ્યાર્થીઓ,પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો અને શાળા પરિવાર દ્વારા તેમજ વાર્ષિક ઉજવણી સમીતીના મુખ્ય કન્વીનર આશિષભાઈ બી ચૌધરી એન્જીનીયર (DGVCL ) દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેક કાપીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.શાળાના બાળકો,જ્ઞાનદીપ હાઈસ્કુલ,ગામની બહેનો દ્વારા રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.અને આમંત્રિત મહેમાનો સહિત પ્રાથમિક શાળાના ભુતપૂર્વ શિક્ષકો,તથા નોકરી કરતાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળા અને ગામના વિકાસ માટે ફાળો આપેલ વડીલોનું કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.

સમારંભના મુખ્ય વક્તાઓ ડો.રાયસીંગભાઈ બી ચૌધરી અને  ડો. દિલીપભાઈ એમ ગામીત તેમજ આશાબેન આર ચૌધરી અને છત્રસિંહભાઈ એમ ચૌધરીએ શાળા, સંસ્કાર,                     આરોગ્ય,શિક્ષણ,સ્કીલ,તેમજ બાળક,શિક્ષક અને વાલી ત્રિવેણી સંગમ તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા,શિક્ષકો અને વાલીની ભુમિકા તેમજ જ્ઞાનએ અર્વાચીન યુગનું શસ્ત્ર છે.જેવા વિષયો પર શાળા,વાલીઓને ગામને પ્રેરણાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું. અને આશાબેન આર ચૌધરી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું અને અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શાળાનાં ભુતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા શ્રીમાન અલ્કેશભાઈ જી ચૌધરી ગુજરાતમાં ચાલી રહેલ બજેટની કામગીરીને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતાં પરંતુ શાળા,વાલીઓ અને ગ્રામજનો માટે ઉત્સાહપ્રેરક સંદેશ પાઠવ્યો હતો. જેમાં બાળકોના જીવનમાં શાળાની ભૂમિકા ખુબજ અગત્યની હોય માટે શાળાનાં વિકાસ માટે તથા સારા શિક્ષણ માટે આપણું યોગદાન હોવું જોઈએ. આ સંદેશને શાળામાં સંસ્મરણ તરીકે રાખવામાં આવશે. જે વિદ્યાર્થીઓ,વાલીઓ અને ગ્રામજનોને હમેંશા પ્રેરણા આપતો રહેશે. કાર્યક્ર્મમાં ગામના પૂર્વ સરપંચ શૈલેષભાઈ જી ચૌધરી સહિત સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળા ઊંચામાળાના આચાર્યશ્રી સંજયકુમાર જી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સમૂહ પ્રીતિ ભોજન લઈ સમારંભની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *