
યુ.એસ.એ.ના નામાંકિત ઊદ્યોગપતિ શ્રી યોગેશભાઈ એન પટેલ, જેઓ હાલ ફ્લોરિડા, USA માં રહે છે તેઓએ તા.૩૧-૦૧-૨૦૨૩ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેઓએ કોવીડ-19 દરમ્યાન કોરોનાના ની મહામારી માં નૂતન જનરલ હોસ્પિટલ માં કોવીડગ્રસ્ત દર્દીઓને સમયસર અને ઉત્તમ સારવાર મળી રહે તે માટે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે PSA- ઓક્સીજન પ્લાન્ટ, વેન્ટિલેટર મશીન, પ્લાઝમા થેરાપી મશીન માટે રૂપિયા 30 લાખ નું દાન આપેલ હતું તેઓની મુલાકાત દરમ્યાન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલની સાથે રહીને નૂતન જનરલ હોસ્પિટલ ખાતેની વિવિધ હેલ્થ સેવાઓની જાણકારી લીધેલ તેમજ નૂતન મેડિકલ કોલેજ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આવનારા ભવિષ્યમાં ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ આપી હતી તેમજ નૂતન જનરલ હોસ્પિટલની કામગીરીથી પ્રભાવિત થઈને વધુ રૂપિયા 25 લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. સંસ્થા વતી પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે તેઓની આ ઉત્કૃષ્ટ પહેલ માટે ઊદ્યોગપતિ શ્રી યોગેશભાઈ પટેલનો ખુબ ખુબ આભાર માન્યો હતો.