
અમિત ઉપાધ્યાય અરવલ્લી
તાજેતરમાં એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ મેઘરજ ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ પાવાગઢ, વડોદરા કમાટીબાગ, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય મુલાકાત લીધી તથા બીજા દિવસે સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ફ્લાવર શો, સફારી ઝોન વગેરેની મુલાકાત લઈ આનંદ અને ઉત્સાહથી શૈક્ષણિક પ્રવાસ ની મજા માણી હતી.