એક્સિસ બેન્ક મેઘરજ દ્વારા અવસાન પામેલ સેલેરી હોલ્ડર શિક્ષકના પરિવારને સહાય ચૂકવાઈ

મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ એક્સીસ બેન્ક મેઘરજ ના મેનેજર શ્રી અને તમામ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો

અમિત ઉપાધ્યાય અરવલ્લી

મેઘરજ તાલુકા ની ડચકા-1 પ્રાથમિક શાળા ના ઉપ શિક્ષક સ્વ- ઈશ્વરભાઇ અસારી ના ધમૅપત્ની ને આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મેઘરજ, શિક્ષણ શાખા મેઘરજ ના સહકાર થી એક્સીસ બેન્ક મેઘરજ દ્વારા સેલેરી એકાઉન્ટ એક્સીડન્ટ પોલીસી ની 2000000 (અંકે રુપિયા વીસ લાખ) ની રકમ નો ચેક તાલુકા વિકાસ અધિકારી શ્રી જી. બી ચૌધરી સાહેબ અને બેન્ક ના મેનેજર અનુપ સર, તથા હાર્દિક પટેલ ના હસ્તે અપૅણ કરવા મા આવ્યો, આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ બાબુભાઈ, મહામંત્રી જિજ્ઞેશ ગોર, સહ મંત્રી જિન્નતબેન ચડી, ઇ. ચા બીટ કેની વિનોદ સિહ પુરોહિત, કનુભાઈ કટારા અને એક્સિસ બેન્ક મેઘરજ નો સ્ટાફ હાજર રહ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *