તાપી પોલીસની સારી કામગીરી

કમલમ ન્યૂઝ તાપી ચીફ રાકેશ વાળા.

વ્યારા, શ્રી કે. બી.પટેલ ઇંગલિશ મીડીયમ સ્કૂલ પાસે ટ્રાફિક ની સમસ્યા, અકસ્માતનો ભય રહે છે.સ્કૂલના નાના બાળકો પગ પાળા, ચાલતા, સાઇકલ પર ઘરે પહોંચવામાં ઘણી તકલીફ પડે છે.
શ્રી કે. બી. પટેલ ઇંગલિશ મેડિયમ સ્કૂલ ના પ્રિન્સીપલ મેડમ સેજલબેન પંચોલી દ્વારા વ્યારા નગરાલિકા તથા વ્યારા પોલીસ સ્ટેશમાં લેખિતમા રજૂઆત કરતા સ્કૂલ બહાર ફ્રૂટની લારીઓ , ખોટિરિતે પાર્ક કરેલ દબાણને વ્યારા પોલીસ અને વ્યારા નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવેલ છે. વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલના સમયે તથા સ્કુલ છૂટવાના સમયે બાળકોને તકલીફ ના પડે એનુ ધ્યાન રાખવામા આવે છે. વ્યારા પોલીસની સારી કામગીરી માટે સ્કુલના વાલીઓ,વ્યારાના નાગરિકો દ્વારા પ્રશંસા કરવામા આવી, વ્યારા નગપાલિકા દ્વારા સ્કૂલ બહાર ખોટીરિતે દબાણ કરેલ લારીઓને દૂર કરવામા આવેલ છે. સ્કુલ ના પ્રિનસીપલ સેજલબેન પંચોલી દ્વારા કરવામા આવેલ સારી કામગીરી માટે સ્કુલના વિદ્યાર્થીઓ, વાલીઓ એ આભાર વ્યક્ત કર્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *