સહકારી મંડળીઓના ભીષ્મપિતામહ તરીકે આગવી ઓળખ ધરાવનાર શ્રીમાનસિંહભાઇ પટેલનું ડોલવણ ખાતે મહુવા તાલુકાની મંડળીઓ દ્વારા સન્માન કરાયુ

સહકારી મંડળીઓના ભીષ્મપિતામહ તરીકે આગવી ઓળખ ધરાવનાર શ્રીમાનસિંહભાઇ પટેલનું ડોલવણ ખાતે મહુવા તાલુકાની મંડળીઓ દ્વારા સન્માન કરાયુ

મહુવા તાલુકાના વાંસકુઈ ગામના આગેવાન, માજી ધારાસભ્ય, ગુજરાત વિધાન સભાના ડે.સ્પીકર માજી સાંસદ, તથા અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ અને હાલ મહુવા સુગરના ચેરમેન અને સુમુલ ડેરીના બીજી ટર્મ માટે બિન હરીફ ચૂંટાયેલ એવા સહકારી મંડળીઓના ભીષ્મ પિતામહ એવા માનસિંહભાઇ પટેલનું મહુવા વિસ્તારની આંગલધરા, અનવલ, કોષ લસણપોર, ગોગડિયા, તરકાણી, વહેવલ, ઉમરા, મિયાપુર વિગેરે દૂધ મંડળીઓ તથા તાપી ના ડોલવણ વિભાગની બહેડારાયપુરા, કરંજખેડ, અંતાપુર, બરડીપાડા, ગાંગપુર,અને સેવા સહકારી મંડળીઓ અને સહકારી આગેવાનો દ્વારા
માજી વન અને પર્યાવરણ મંત્રી શ્રી કાનજીભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ ગયો જેમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વહેવલ દૂધ મંડળીના પ્રમુખ નરોત્તમભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરી બધાને આવકાર્યા હતા તથા મહુવા સુગરના ડિરેકટર શ્રી તુષારભાઇ, અનાવલ કેળવણી મંડળના પ્રમુખ અને મહુવા સુગરના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલ, ડોલવણ વિભાગ સુમુલના ડિરેકટર શ્રી શૈલેષભાઇ ,વસુધરા ડેરીના ચેરમેન ગમનભાઇ, સુમુલ ડેરી ઓલપાડ વિભાગના ડિરેક્ટર જયેશભાઇ (ડેલાડ), તથા કાનજીભાઇ પટેલે પોતાના વક્તવ્યમાં માનસિંહભાઇ પટેલની વાંસકુઇના સરપંચ થી મહુવા તાલુકાના પ્રમુખ થી સાંસદ અને સુમુલના પ્રમુખ બનવા સુધીની ગાથા વર્ણવી હતી. એક પ્રામાણિક વ્યક્તિની સહકાર ક્ષેત્રમાં જરૂર હોઇ કોરોના કાળમાં ગંભીર બીમારીને કારણે બચવાની કોઇ પરિસ્થિતી ના હોવા છતા ભગવાને ફરી સેવા કરવા મોકલ્યા અને આજે ખુબ જ સ્વસ્થ રહી ખેડૂતો, પશુપાલકો ને સક્ષમ ભાવ મળે અને અનેક સુવિધાઓ ખેડૂતો અને પશુપાલકો સુધી કઇ રીતે પહોંચે તેની સતત ચિંતા માનસિંહભાઇ દ્વારા કરવામાં આવે છે એવો ભાવ સૌએ વ્યકત કર્યો હતો અને માનસિંહભાઇએ પોતાનું સન્માન ન કરતા એમનુ જે વિઝન છે શેરડી એક એકરે ૫૦ ટન પકવવી. દૂધ એક ગાય ૨૦ લીટર આપે એવા પ્રયત્ન કરવા, ગોબર ગેસ દ્વારા ખાતર અને ગેસ મફત મેળવવા,ગામના યુવાનો વ્યસન મુક્ત બને અને બહેનો વિધવા થતી બચે એવા પ્રયત્ન કરો વિગેરે વિઝનને બધી સહકારી મંડળીઓના પ્રયત્નથી આવા રચનાત્મક કાર્યક્રમો થાય તો મારૂ સન્માન થયેલુ ગણાશે. 74 મો ગાંઘીમળો મહુવરીયા ખાતે સંપન્ન થયો ત્યાં પણ એમણે આવતા વર્ષે ૫ માં ગાંઘીમેળો ઉજવાય ત્યાં સુધી આવા રચનાત્મક કાર્યાંકમો માટે 75 સેમિનારો યોજાય એવી ઈચ્છા આ સન્માન સમારંભમાં વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ડોલવણ વિભાગના પદમડુંગરીના સરપંચ રવિભાઇ, કણઘાના પ્રતાપભાઇ,રાકેશભાઇ જીવાભાઇ,સમનભાઇ, આનંદભાઇ,ધનંજયભાઇ, સુનિલભાઇ, રૂષિભાઇ જગદીપભાઇ ગાવિત, જી પ.સુરત રાકેશભાઈ પટેલ, બાલુભાઇ કોષ, ઝવેરભાઈ, જગુભાઈ ચીમનભાઇ,મગનભાઇઅનિલભાઈ,ભાવેશભાઇ, બરડીપાડા મહિલા મંડળી, ગાંગપુર મેહુલભાઇ વગેરે ડોલલાણ વિભાગ અને મહુવા વિભાગની દૂધ મંડળીઓના પ્રમુખ, મંત્રી, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ટૂંકા ગાળામાં આ કાર્યક્રમને દરેકે સફળ બનાયો હતો .સુમુલ સ્ટાફ, મહુવા સુગર સ્ટાફ અને ઉદ્દઘોશક તરીકે પ્રેમકુમાર ગોસ્વામીએ સભાનું સંચાલન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *