જામનગર સાથે જોડાયેલા દેવભૂમિ જિલ્લામા સૌ પ્રથમ વખત દીકરીઓની દરિયામા કમાલ

દ્વારકા અને શિવરાજપુર બીચ વચ્ચે યુવતીઓએ લગાવી તરણ છલાંગ અને સૌ નુ ધ્યાન ખેંચી અહી રહેલી તરણ બીચફેસ્ટીવલ કુદરતી સંપદા સાથે તાદાત્મ્ય સપર્ધા આયોજન વગેરે માટે સંદેશો આપ્યો

જામનગર ( ભરત ભોગાયતા)

રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશન આયોજિત તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પોરબંદરના સમસ્ત ખારવા સમાજ, મરીન સિક્યુરિટી ગાર્ડ, ક્રિડા ભારતી સૌરાષ્ટ્ર વિભાગ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરીઝમ ડિપાર્ટમેન્ટના સહયોગથી સૌરાષ્ટ્રની છ દીકરીઓ તથા ચાર બાળકો મળી, કુલ દસ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારોને સાર્થક કરવા સ્વચ્છતા અભિયાન ટુરીઝમ ડેવલોપમેન્ટ આધ્યાત્મિક ટુરીઝમ ડેવલોપમેન્ટ અને ખારવા સમાજને રોજગારીની વ્યાપક રીતે સંભાવના ઊભી થઈ તે હેતુથી કૃષ્ણ નગરી દ્વારકાથી શિવ નગરી સોમનાથમાં ઓપન વોટર સમુદ્ર તરણ એક્સપિડેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ અંગે વધુમા જણાવતા સુભાષસિંઘ લોહાનીવાલ એ જણાવ્યુ હતુ કે દ્વારકાથી શિવરાજપુર બીચ વચ્ચે 15 કી.મી. જેટલો સુંદર અને રમણીય દરિયાકાંઠો છે. તેમાં ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ અને દ્વારકામાં નવી રોજગારીની તકો ઊભી થાય તે હેતુથી રાજકોટની ચાર દીકરીઓ મૈત્રી જોશી, વેનેસા શુક્લ બાંસુરી મકવાણા તથા પ્રિષાબેન ટાક રવિવાર તા. 12 ના રોજ દ્વારકાથી શિવરાજપુર બીચ ખાતે ઓપન વોટર સ્વિમિંગ એક્સપીડેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક સાથે એડવેન્ચર સ્પોર્ટ્સ લવર મધુરભાઈ દવે કે જેઓ નેચર બચાવો અભિયાનમાં કાર્યરત છે, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સવારે સવા આઠ વાગ્યે દ્વારકા બીચ ખાતેથી ચાર દીકરીઓએ સ્વિમિંગ શરૂ કર્યું હતું. જે બપોરે સવા બાર વાગ્યે શિવરાજપુર બીચ ખાતે પૂર્ણ થયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *