કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે


શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા વ્યારામાં તા. ૧૪/૨/૨૩ ને મંગળવારના રોજ શ્રી યોગવિધાન સેવા સમિતિ, વ્યારાના સહયોગથી માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા- પિતાનું પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહેલી આજની પેઢી પોતાની સંસ્કૃતિથી પરિચિત થાય એ હેતુસર યોજાયેલા આ કાર્યક્રમને વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિરદાવ્યો હતો.
