


જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો વી બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર વી પટેલ તેમજ વી એલ શાહ કોલેજ ઓફ કોમર્સ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા તારીખ ૨૧-૦૨-૨૦૨૩ ના રોજ આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે વક્તવ્યનું આયોજન કરાયું હતું. મુખ્ય વકતા તરીકે શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ગાયત્રીબેન આર. પટેલ હાજર રહયા હતા. ડો.ગાયત્રીબેન આર.પટેલે માતૃભાષા શિક્ષણના માધ્યમ તરીકે અને સમાજશક્તિ અને ગ્રહણશક્તિની ગુરુચાવી માતૃભાષા અંગે વિદ્યાર્થીઓને ગુજરાતી માતૃભાષાનું મહત્વ સમજાવી તેનું ગૌરવ જાળવવા માટે સંકલ્પ લેવડાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્યશ્રી ડો.મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરી કમિટીના સભ્યો ડો. સોનલ ભારતી, શ્રી સંદીપ પટેલ, પ્રા.ભાવેશ પચ્ચીગર, પ્રા.ડો.વિશ્વનાથ બોરસે, પ્રા.માનસી શાહ તેમજ પ્રા.પ્રિયંકા પટેલ દ્વારા થયું હતું.