જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત  ડુંગરી ફળિયા તાડકુવા પ્રાથમિક શાળાનાં જરૂરિયાત બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું.

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

યુ.કે. લેસ્ટર સ્થિત પંચોલી પરિવારના એક ગૃપ દ્વારા ડુંગરી ફળિયા તાડકુવા પ્રાથમિક શાળા તા. વ્યારા જિ. તાપીના જરૂરિયાતમંદ  બાળકોને  કપડાનું  વિતરણ કરવામાં આવેલ છે.  આ મદદ અને સહયોગ  શાળા પરિવાર માટે આનંદની બાબત છે. આવી મદદથી શાળાના બાળકોને  અનેરું પ્રોત્સાહન મળતું હોય છે. આ  સહયોગ માટે શાળા પરિવાર યુ.કે. લેસ્ટર સ્થિત  પંચોલી પરિવારના ગૃપનો  ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.    આ મદદ માટે શાળાના કાર્ય પર વિશ્વાસ કરવા બદલ અને  સહાય માટે આ શાળાનો રેફરન્સ આપવા માટે શ્રી અરુણભાઈ પંચોલી, યુ.કે. નો આચાર્યશ્રી પંકજકુમાર પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *