

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
તા.૨૨/૦૨/૨૦૨૩ના રોજ વ્યારા નગરમાં આવેલ શબરીધામ વિસ્તારમાં શ્રીમતી અનિલા સુરેશ શાહ પ્રાથમિક શાળા, શ્રી એમ.પી.પટેલ માધ્યમિક શાળા અને પી.સી.શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં માતૃ-પિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યોગ વેદાંત સેવા સમિતિના સભ્યો શ્રી નિલેશભાઈ ચૌધરી, હેમલતાબેન ગોહિલ, જાગૃતિબેન ગામીત, વિપુલભાઈ ગામીત, પરસોતમભાઈ પટેલ,પંકજભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને માતા-પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે.એના વિશે બાળકોને જાગૃત કર્યા હતા. બાળકોએ માતા-પિતાનું પૂજન ફૂલ હાર કંકુ ચોખાનુ તિલક કરી આરતી ઉતારીને પૂજન અને નતમસ્તક થઈ વંદન કર્યાં હતાં. શાળાના આચાર્યા શ્રીમતી આશિયાબેન પઠાણ અને શ્રીમતી હિતાબેન ભટ્ટે પણ પ્રસંગોચિત ઉદભોધન કર્યું હતું. શાળાના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ઉમેશભાઈ તામસે દ્વારા કરવામાં આવ્યું હતું.