



કૉલેજના વિધ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય તે હેતુથી સરકારી વિજ્ઞાન કૉલેજમાં રંગ કલા કૌશલ્ય ધારા તથા સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત વાનગી અને વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈ યોજવામાં આવી હતી.
પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આયોજિત વાનગી હરીફાઈમાં કુલ સાત વિદ્યાર્થીની બહેનોએ પાંચ ગ્રુપમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીની બહેનોએ પોતાની કળા અને કુશળતાની અભિવ્યક્તિ થકી હાંડવો, સેવખમણી, ગુલાબજાંબુ, ઘૂઘરા, પુલાવ, પાસ્તા, ખીર, બિસ્કીટકેક, થેપલા, સેવતરી વગેરે વિવિધ વાનગીઓ બનાવી ગુજરાતી જલસો ઉભો કર્યો હતો. આ વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમે કુ. કાજલ દરજી-કુ. દિવ્યા જોષી- પાયલ જોષી, દ્વિતિય ક્રમે કુ. ખુશ્બુ મઢવી-કુ. ધ્રુવી વરસાત-કુ.દિયા ત્રિવેદી અને તૃતીય ક્રમે કુ. અવનિ નાઈ વિજેતા થયા હતા.
રંગકલા કૌશલ્યધારાના સંયોજક પ્રો. અશોકભાઈ દરજીએ જહેમત ઉઠાવી હતી. પ્રા. નિહાર નિમ્બાર્ક, પ્રા.ડો. હર્ષદ લકૂમ અને પ્રા. ડો. ગોવિંદ વારડેએ નિર્ણાયક તરીકે ફરજ નિભાવી હતી.
ઉપરાંત પ્રા. ડો. રાજેશ મારુના સંચાલનમાં સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના ઉપક્રમે માટીકામ ક્લે મોડેલીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬ વિદ્યાર્થીની બહેનોએ ગ્રુપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ પોતાની સર્જનાત્મક કળાનો ઉપયોગ કરી ચીકણી માટી માંથી રમણીય અને કલાત્મક અવનવી પ્રતિમાઓ બનાવી પોતાની મૌલિકતા અને સર્જનાત્મક શક્તિની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ કરી ભગવાન બુદ્ધ અને હાથીની પ્રતિમા બનાવી હતી. કૃત્રિમ રંગ-રસાયણોનો ઉપયોગ કર્યા વગર વિદ્યાર્થીની બહેનોએ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી પ્રદુષણ નિયંત્રિત કરવા તરફ એક સંદેશ પાઠવ્યો હતો.
નિર્ણાયક તરીકે પ્રો. નિહાર નિમ્બાર્કે ફરજ બજાવી હતી. પ્રથમક્રમે કુ.પિનલ સુથાર-કુ. કાજલ દરજી-કુ. કિંજલ સુથાર જયારે દ્વિતિય ક્રમે કુ. રાજલ માજીરાણા- કુ. નીતા રબારી- કુ. ચંદ્રિકા દરજી રહ્યા હતા. બન્ને સ્પર્ધામાં પ્રો. દેવેન્દ્રભારતી બી. ગોસ્વામીએ મીડયા સમિતિના સંયોજક તરીકે કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.