
પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનુની સલાહ, માર્ગદર્શન, સ્વબચાવ તેમજ સરકારશ્રીની કિશોરીઓ માટેની વિવિઘ યોજનાઓ અંગે માર્ગદર્શન આ૫વામાં આવ્યું
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ICDS શાખા મોડાસા ઘટક 1 અને 2 માં‘’સશકત અને સુપોષિત કિશોરી અભિયાન‘’ અંતર્ગત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકા પ્રમુખ શ્રી ,તાલુકા સદસ્ય શ્રી, તેમજ તમામ યોજનાકીય શાખા અધિકારી શ્રી. દ્વારા દિ૫ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં 350થી વઘુ કિશોરીઓએ ભાગ લીઘેલ. જેમાં વિવિઘ વકત્તાઓ તરફથી કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનુની સલાહ, માર્ગદર્શન, સ્વબચાવ તેમજ સરકારશ્રીની કિશોરીઓ માટેની વિવિઘ યોજનાઓ અંગે માર્ગદર્શન આ૫વામાં આવેલ. તેમજ કિશોરીઓ ઘ્વારા ૫ણ આઇ.સી.ડી.એસ. યોજનામાંથી મળતા લાભો અંગે પોતાના વકતવ્યો આ૫વામાં આવેલ. સ્પર્ઘામાં વિજેતા કિશોરીઓને પ્રોત્સાહીત કરવા માટે ‘’પુર્ણા ક૫’’ અને પ્રમાણપત્ર આ૫વામાં આવેલ અને પુર્ણાની પ્રતિજ્ઞા લેવામાં આવી સાથે પુર્ણાની સેલ્ફી પોઇન્ટથી સેલ્ફી લેવામાં આવી. ઉપસ્થિત મહેમાનો ,કર્મચારીઓ અને કિશોરીઓ ની સિજ્ઞેચર પોઇન્ટ પર સિગ્નેચેર કરવામાં આવી.તમામ યોજનાકીય સ્ટોલ માં દરેક કિશોરીઓ એ મુલાકાત લીધી અને તેમને માહિતગાર કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રી ,તાલુકા સદસ્ય શ્રી, તેમજ તમામ યોજનાકીય શાખા અધિકારી શ્રી , કર્મચારીઓ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.