



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર ખાતે રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.
બાળકના જીવનમાં અભ્યાસની સાથે રમતનું પણ વિશેષ મહત્વ હોય છે. દરેક બાળક સાથે રમત બાળપણથી જોડાયેલી હોય છે. બાળકોમાં રમત કૌશલ્યોનો વિકાસ તેમજ ખેલદિલી ની ભાવના વિકસે તે હેતુસર શ્રવણ વિદ્યાભવન આંગણમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં રમતોત્સવ ના મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા રમતગમત કન્વીનર વિનય. જે. પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા યોગ એસોસિએશન પ્રમુખ રવિ કુમાર. ટી .ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થી રમત ગમત ક્ષેત્રે આગળ વધી હંમેશા પ્રગતિ કરતા રહે અને આ જ રીતે પોતાનો ઉત્સાહ દર્શાવે તેવા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ મંત્રી કિરણભાઈ મોદી તેમજ શાળાના આચાર્ય દિપીકાબેન મોદી રમતવીરોના ઉત્સાહને વધાવી રમતગમત ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી અને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે શાળાના પી.ઈ શિક્ષક યોગેન્દ્રસિંહ ખરચીયા અને કલ્પનાબેન પટેલે વિદ્યાર્થીઓને વિવિધ રસપ્રદ રમત રમાડી રમતોત્સવ ને સફળ બનાવ્યો.
