અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયા બજાર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી

શાળા ના વિદ્યાર્થીઓ એ તૈયાર કરેલ વિજ્ઞાન, પર્યાવરણ અને ગણિતલક્ષી પ્રોજેક્ટ રજૂ કર્યા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ગોયા બજાર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા ના વિદ્યાર્થીઓ એ તૈયાર કરેલ વિજ્ઞાન, પર્યાવરણ અને ગણિતલક્ષી પ્રોજેક્ટ રજૂ કર્યા હતા અને શિક્ષકો એ શાળા ના વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંગે વિસ્તૃત માહિતી પુરી પડી હતી

28 ફેબ્રુઆરીને દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિર ચંદ્રશેખર વેંકટ રમણ ના સન્માન તથા સ્મૃતિમાં પ્રત્યેક વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભૌતિક વૈજ્ઞાનિક સીવી રમણ દ્વારા કરવામાં આવેલી ‘રમણ ઈફેક્ટ ’ની શોધની પુષ્ટિ 28 ફેબ્રુઆરી, 1928ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1930માં વૈજ્ઞાનિક સીવી રમનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવા સલાહ આપવામાં આવી હતી. ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 1987થી પ્રત્યેક વર્ષ રાષ્ટીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે ભારતના મહાન વૈજ્ઞાનિક ભૌતિક શાસ્ત્રી સર સીવી રમણની શોધ ‘રમણ ઈફેક્ટ’ને હંમેશા યાદ કરવામાં આવે છે. વિશ્વસ્તર પર વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કરનાર વૈજ્ઞાનિક સીવી રમણને સન્માન આપવા અને તેમને યાદ કરવા દેશભરની શાળા તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તેમની સ્મૃતિમાં ઉજવણી કરવામાં આવે છે.ત્યારે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ગોયા બજાર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા ના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ એ શાળા માં તૈયાર કરેલ વિજ્ઞાન ,પર્યાવરણ અને ગણિત લક્ષી પ્રોજેક્ટો રજુ કર્યા હતા ,અને વિદ્યાર્થીઓ ને માહિતી પુરી પાડી હતી ,આ પ્રસન્ગે શાળા ના આચાર્ય મીનાક્ષીબેન મોદી સહીત શિક્ષિકા ઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *