નૂતન સાયન્સ કોલેજ દ્રારા નેશનલ સાયન્સ ડે નિમિતે વેબિનાર યોજાયો

શ્રીમતી એસ.એસ.પટેલ નૂતન સાયન્સ એન્ડ કૉમર્સ કોલેજ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર અને ESCO Biosafety Institute, Bengaluru ના સંયુકત ઉપક્રમે તા. 28 ફેબ્રુઆરી 2023ના રોજ “OVERVIEW & SAFE USE OF LABORATORY VENTILATION EQUIPMENT’’ વિષય ઉપર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબીનારમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા 110 થી વધારે વિધાર્થીઓ તેમજ અધ્યાપકો હાજર રહયા હતા.

આ વેબીનારમાં ફીલીપાઇન્સ દેશમાંથી પ્રોડકટ સ્પેશિયાલીસ્ટ રોજન યેનોંગ દ્રારા વેબીનારના વિષયને અનુરૂપ વ્યાખ્યાયન આપવામાં આવ્યુ હતુ.

વેબીનારના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડી.જે. શાહ ,રજીસ્ટ્રાર ડો. કે.એ. પટેલ તેમજ નૂતન સર્વ વિધાલય કેળવણી મંડળના સમસ્ત ટ્રસ્ટીગણે નૂતન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. આર.એમ. પટેલ, નૂતન સાયન્સ કોલેજના ડિન ડો. સી.ડી. પટેલ તેમજ વેબીનારના કોઓર્ડીનેટર  ડો. ધર્મેન્દ્ર પ્રજાપતિ અને ડો. અનિલ પટણીને અભિનંદન પાઠવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *