સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત શ્રીમતી એસ. એસ. પટેલ નુતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પોર્ટસ વીક-2023  ઉજવાયુ.

સાંકળચંદ પટેલ યુનિવર્સીટી સંચાલિત શ્રીમતી એસ. એસ. પટેલ નૂતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં તા: 20/02/2023 થી 25/02/2023 સુધી સ્પોર્ટસ વીક-2023 ઉજવાયુ. જેમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, બેંડમિંટન, ટગ ઓફ વોર અને ચેસનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉપરોક્ત પ્રવૃતિમાં કોલેજના  વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પોર્ટસ વીક-2023ના અંતે વિનર અને રનર્સ-અપ  ટીમને ટ્રોફી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પોર્ટસ વીક-2023 નું  આયોજન પ્રા. શ્રી આકાશ પટેલ (સ્પોર્ટસ કોઓર્ડિનેટર),     શ્રી શાન પટેલ, પ્રા. શ્રી નિકુંજ પટેલ, પ્રા. શ્રી રોહન પટેલ, ડો.અનીલ પટણી, ડો. ધર્મેન્દ્ર પ્રજાપતિ, પ્રા. શ્રી મોનલ સથવારા, પ્રા. શ્રી ભાવેશ પટેલ, શ્રી હિતેશભાઈ પટેલ અને શ્રી ગૌતમ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ અન્ય શૈક્ષણિક-બિનશૈક્ષણિક  સ્ટાફ એ મહત્વ નો ભાગ ભજવ્યો હતો. ઉપરોક્ત સ્પોર્ટસ વીક-2023ના સફળતાપૂર્વક આયોજન બદલ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. ડી.જે શાહ અને પ્રિન્સિપાલ ડો. આર.એમ.  પટેલ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *