
કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
શ્રી ર. ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા વ્યારામાં તારીખ – ૨૮/૨/૨૩ ને મંગળવારના રોજ વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવના ઉદ્ઘાટનમાં તાપી જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી ગોવિંદભાઈ ગાંગોડા, વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા, મંડળના ટ્રસ્ટી અને મંત્રીશ્રી આદરણીય મહેશભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી ડૉ. અરવિંદભાઈ પટેલ, કેળવણી સમિતિ સભ્ય શ્રીમતી ડિમ્પલબેન શાહ તથા નગરપાલિકાના વિવિધ ખાતાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા. રમતોત્સવમાં ભાગ લેનાર રમતવીરો દ્વારા શિસ્ત બધ્ધ પરેડ, રીધમિક દાવ, સાડી ફોર્મેશન જેવી આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવી જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી બિરદાવી હતી. આમંત્રિત મહેમાનો દ્વારા મશાલ સળગાવી રમતોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો. શાળાના લગભગ 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.