કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે



આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ના બાળકોએ વિવિધ પ્રોજેકટ રજૂ કર્યા હતાં. જેમાં ધોરણ 6 માં અભ્યાસ કરતાં સુધીર પ્રસાદને પીનહોલ કેમેરા બનાવવા બદલ પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું હતું. તો ધોરણ 8 માં અભ્યાસ કરતાં ફરહાન સૈયદે સૂર્યમંડળનો ઉત્તમ પ્રોજેકટ તૈયાર કર્યો હતો. તે બદલ તેમને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું હતું. બપોર બાદ ક્વિઝ કોમ્પિટીશનનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં સી ટીમ વિજેતા બની હતી. ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહક ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન શિક્ષક અંકિતભાઈ પંચોલીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી સાથે ધોરણ 1 થી 8 ના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ સમૂહ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી.